Bhupendra Patel: ગુજરાતનાં મુખ્યપ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે (Gujarat CM Bhupendra Patel) આજે વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે અને તે પહેલા તેમણે 2.30 આસપાસ શપથ ગ્રહણ (Oath Ceremony) કર્યા હતા. આ અંગે અમે શપથ સમયની કુંડળી બનાવડાવી અને જાણવાનો પ્રયાસ કર્યો કે જ્યારે શપથ લેવામાં આવ્યા ત્યારે કેવા પ્રકારના ગ્રહયોગ હતા અને આખી ગ્રહોની ચાલ જે બની તે શું કહી રહી છે.
ભૂપેન્દ્રપટેલની શપથ ગ્રહણ કુંડળીમાં સ્થિર સત્તાના યોગ હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાગ્યના જોરે સીએમ બનેલા ભુપેન્દ્રભાઈ પટેલની શપથ ગ્રહણ કુંડળી(Bhupendra Patel Kundli) માં બળવાન યોગ રચાયા છે. આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આજે બપોરે (13 -09-2021) 2:30 વાગે ગાંધીનગર ખાતે ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ લીધા તે સમયની કુંડળી અનુસાર સત્તાનો કારક ગ્રહ સૂર્ય પોતે સ્વગૃહી સિંહ રાશિ માં બળવાન બની ભાગ્ય સ્થાનમાં બિરાજિત છે અને શપથ ગ્રહણ ની કુંડળી ના ધન લગ્નનો અધિપતિ ગુરુ બરોબર તેની સામે જ સ્થિર રાશિ કુંભ મા ભ્રમણ કરે છે
આમ ભાગ્યસ્થાનમાં સ્થિર રાશિમાં સ્વગૃહી સૂર્ય સ્થિર રાશિમાં લગ્નેશ ગુરુ સ્થિર સરકાર રહે તેવા યોગ રચે છે આ કુંડળી માં લગ્ન ધનરાશિ દ્વિસ્વભાવ નું છે જેથી ઘણી વાર અસ્થિર લાગે તેવા ચડાવ ઉતાર આવે પરંતુ સરકાર સ્થિર રહે કેમ છે આ કુંડળી ના બંને મેજર ગ્રહો ગુરુ અને સૂર્ય પરસ્પર સ્થિર રાશિ અને એકબીજાથી કેન્દ્રમાં છે.
બીજી વધુ માહિતી આપતા જ્યોતિષી ચેતન પટેલે કહ્યું કે આ જ શપથ ગ્રહણ કુંડળીમાં અન્ય ત્રણ ગ્રહો સ્વગૃહી રહી બળવાન યોગ રચે છે બુધ કન્યા રાશિમાં સ્વગૃહી શુક્ર તુલા રાશિમાં સ્વગૃહી અને શનિ મકર રાશિમાં સ્વગૃહી થઈ બેઠા છે મંગળ દસમે દિગ્ગબલ પામેલો છે અને વૃશ્ચિકનો ચંદ્ર બારમે જે ક્યારેક ચિંતાઓ આપે પરંતુ એકંદરે બળવાન ગ્રહો સ્થિર અને મજબૂત સરકાર ચાલે તેવા યોગ રચે છે.
Published On - 4:32 pm, Mon, 13 September 21