મુખ્યમંત્રીએ ભીલોડાંમાં ડો. અનિલ જોશિયારાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પરિવારને સાંત્વના આપી

|

Mar 15, 2022 | 12:13 PM

ભીલોડાના કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાને લગભગ બે મહિના પહેલાં કોરોના સંક્રમણ લાગ્યું હતું. જોશીયારાને પહેલા સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. ત્યાર બાદ ચેન્નઈ ખસેડાયા હતા, પણ મલ્ટી ઓર્ગન ફેલ થતાં તેમનું નિધન થયું હતું.

મુખ્યમંત્રીએ ભીલોડાંમાં ડો. અનિલ જોશિયારાના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના પરિવારને સાંત્વના આપી
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારાના પાર્થિવ દેહ પર પૂષ્પાંજલિ અર્પણ કરી સદ્દગતને અંતિમ વિદાય આપી હતી.

Follow us on

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) એ ભિલોડા મત વિસ્તારના ધારાસભ્ય સ્વ. ડૉ. અનિલ જોષીયારા (Anil Joshiara) ના પાર્થિવ દેહ પર પૂષ્પાંજલિ અર્પણ કરી સદ્દગતને અંતિમ વિદાય આપી હતી. મુખ્યમંત્રી આજે મંગળવારે સવારે ભિલોડા પહોચ્યા હતા અને ગઇકાલે સોમવારે, ચેન્નાઇમાં હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દુઃખદ અવસાન પામેલા ડૉ. અનિલ જોષીયારાના શોકસંતપ્ત પરિવારજનોને ભિલોડામાં રૂબરૂ મળી સાંત્વના પાઠવી હતી.

મુખ્યમંત્રી સાથે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલ, શિક્ષણ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુબેરભાઇ ડીંડોર, વિધાનસભા વિરોધપક્ષના નેતા સુખરામ ભાઇ રાઠવા તથા ધારાસભ્યો સર્વ રાજેન્દ્રસિંહ,પૂંજાભાઇ વંશ, જશુભાઇ પટેલ, અશ્વિન કોટવાલ અને અન્ય અગ્રણીઓએ પણ સદ્દગતના નશ્વર દેહને પુષ્પાંજલિ અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે ભીલોડાના ધારસભ્ય અને પૂર્વ આરોગ્યમંત્રી અને કોંગ્રેસના ધારાસભ્ય ડો.અનિલ જોશિયારાને લગભગ બે મહિના પહેલાં કોરોના સંક્રમણ લાગ્યું હતું. જોશીયારાને પહેલા સિમ્સમાં વેન્ટીલેટર પર હતા. પરંતુ ફેફસાં કામ ન કરી શકતા તેમને એરએમ્બ્યુલન્સ દ્વારા ચેન્નઈ ખસેડાયા હતા. જ્યાં એકમો ટેકનિક દ્વારા તેમની સારવાર આપવામાં આવી. જોકે રીકવરી આવી શકી નહોતી અને મલ્ટી ઓર્ગન ફેલ થતાં તેમનું નિધન થયું હતું.

શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ

ડૉ.અનિલ જોશિયારાની રાજકીય કારકિર્દીનો ઉદય 1995માં થયો હતો. તેઓ ભિલોડાથી ચૂંટાયા બાદ ગુજરાત સરકારમાં 1995થી 1997 સુધી આરોગ્યમંત્રી રહ્યા હતા. 1998ની વિધાનસભા ચૂંટણીમાં સ્વ.ઉપેન્દ્ર ત્રિવેદી સામે તેમનો પરાજય થયો અને 1998થી 2002 સુધી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીના મંત્રી તરીકે પદભાર સંભાળ્યો હતો. ત્યાર બાદ આવેલી 2002, 2007, 2012, 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાંથી સતત ચાર ટર્મથી વિજય મેળવી ભિલોડા વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.

ગઈ કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભિલોડાના ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના ચૈન્નાઇ ખાતે સારવાર દરમિયાન થયેલા દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યકત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સદ્દગત ડૉ. જોષીયારાને શ્રદ્ધાંજલી પાઠવતા જણાવ્યું છે કે ડૉ. જોષીયારાએ આદિજાતિ સમાજ અને પોતાના મત ક્ષેત્ર સહિત સૌના લોક પ્રશ્નોની રજૂઆતો તથા નિવારણ માટે એક જાગૃત જન પ્રતિનિધિ તરીકે આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય રહેશે. મુખ્યમંત્રીએ દિવંગત ધારાસભ્ય ડૉ. અનિલ જોષીયારાના આત્માની શાશ્વત શાંતિ માટે પ્રાર્થના કરી હતી. તેમણે સદગતના શોક સંતપ્ત પરિવારજનોને દિલસોજી પણ પાઠવી હતી.

આ ઉપરાંત કોંગ્રેસના વિવિધ ધારાસભ્યોએ વિધાનસભામાં શોકની લાગણી વ્યક્ત કરી હતી. જોશિયારાના નિધન અંગે ગૃહમાં તમામ ધારાસભ્યોએ બે મિનિટનું મોન પાળ્યું હતું અને ત્યાર બાદ સર્વાનુમતે વિધાનસભાની આજની કાર્યવાહી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ Gandhinagar: કલોલ રોગચાળા મુદ્દે અમિત શાહની ટકોર બાદ સત્તાધીશો એલર્ટ, રોગચાળાનો મુદ્દો આજે વિધાનસભામાં ગાજશે

આ પણ વાંચોઃ ગાંધીનગર : SSC-HSC પરીક્ષાની તૈયારીની સમીક્ષા, શિક્ષણ મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ યોજી

Published On - 11:46 am, Tue, 15 March 22

Next Article