યુક્રેન-રશિયાના યુદ્ધ (Ukraine-Russia war) ની માઠી અસર ભારત માંથી મેડિકલ (medical) ના અભ્યાસ માટે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ (Students) પર પડી છે. હાલ ગુજરાત સહિત ભારત ના યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ હવે પોતાનો મેડિકલ અભ્યાસ ક્યાં પૂરો કરશે તેની તેમને જ ખબર નથી અને પોતાના ભવિષ્યને લઈને ચિંતિત પણ છે. ભાવનગર (Bhavnagar) પરત ફરેલા વિદ્યાર્થીઓ હાલ તો મેડિકલનો ઓનલાઈન અભ્યાસ (Online education) કરી રહ્યા છે. ત્યારે યુક્રેન બાજુના દેશોમાં અભ્યાસ કરવો શક્ય પણ નથી, કારણ કે ભારતમાં એ માન્ય રહેશે કે નહીં તે પણ એક સવાલ છે?
ભાવનગર પરત ફરેલા વિદ્યાર્થીઓને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર જ જે રીતે અમારી ચિંતા કરીને અમને આ યુદ્ધ માંથી પરત લાવ્યા તેજ રીતે અમારું ભવિષ્ય ના રોળાય તે માટે યુક્રેનથી મેડિકલના ચાલુ અભ્યાસે પરત આવેલા તમામ વિદ્યાર્થીઓને ભારતમાં જ મેડિકલનો અભ્યાસ પૂરો કરાવશે.
રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈને ગુજરાત સહિત ભારતના અનેક વિદ્યાર્થીઓ મેડિકલના અભ્યાસમાં માટે યુક્રેન ગયા હતા પરંતુ યુક્રેનના યુદ્ધ ને લઈને તમામ ભારતીય વિદ્યાર્થીઓ પરત આવી ગયેલ છે. ત્યારે મેડિકલ અભ્યાસના ભવિષ્ય આ વિદ્યાર્થીઓનું જ્યારે અંધકારમય થઈ ગયું છે યુદ્ધના લઈ ને, ત્યારે એક આશાની કિરણ ઊભી થવા પામેલ છે કારણકે યુક્રેનના પાડોશી દેશ પોલેન્ડ, હંગેરી અને જોર્જીયા ના મેડિકલ વિશ્વવિદ્યાલયો દ્વારા આ તમામ ભારત પરત ફરેલા વિદ્યાર્થીઓને આમંત્રણ આપ્યું છે કે યુક્રેનની વિશ્વવિદ્યાલયોમાં બાકી રહેલો મેડિકલ ન અભ્યાસ નો કોર્સ આ દેશો પોતાના દેશમાં પૂર્ણ કરાવવા માટે તૈયાર છે.
આ તમામ વિદ્યાર્થીઓને આ દેશના વિશ્વવિદ્યાલયો દ્વારા મેઇલ કરી ને આમંત્રણ મોકલેલ છે. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે પોલેન્ડ હંગેરી ની સીમા બોર્ડર પર પણ વિશ્વવિદ્યાલયો ના પ્રતિનિધિઓ દ્વારા બધાને ઓફર કરવામાં આવી હતી જ્યારે આ વિદ્યાર્થીઓ ભારત પરત ફરી રહ્યા હતા ત્યારે, અને કહેવામાં આવ્યું હતું કે ભારતીય વિદ્યાર્થીઓનો જ્યાંથી તેનો અભ્યાસ યુદ્ધના લીધે અટક્યો છે. ત્યાંથી જ શરુ કરવામાં આવશે જોકે અત્યારે યુદ્ધ દરમિયાન યુક્રેનના વિશ્વવિદ્યાલયો ઓનલાઇન અભ્યાસ કરાવી રહ્યા છે. પરંતુ આ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે બંકરોમાં રહીને ભારતીય વિદ્યાર્થીઓને ઓનલાઈન મેડિકલ શિક્ષણ આપી રહ્યા છે. પરંતુ આ યુદ્ધમાં ક્યાં સુધી આ શિક્ષકો અભ્યાસ કરાવશે તે પણ એક મોટો સવાલ છે.
જોકે યુક્રેનથી ગુજરાતમાં આવેલા વિદ્યાર્થીઓ ભારત સરકાર પાસે અપેક્ષા રાખીને બેઠા છે કે જે રીતે યુક્રેનની અતિશય ખરાબ પરિસ્થિતિમાં પણ અમને ભારત સરકાર પરત લાવી છે. જેથી અમને કેન્દ્ર સરકાર પર વિશ્વાસ છે કે અમારો અધુરો અભ્યાસ ભારતમાં જ પૂરો કરાવશે જોકે નેશનલ મેડિકલ કમિશને ગયા વર્ષે એવો નિયમ બનાવ્યો હતો કે વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ એક જ વિશ્વ વિદ્યાલય માં પૂરો કરી શકશે અને જ્યાં સુધી નવો કોઈ નિયમ કે આદેશ જાહેર ન થાય ત્યાં સુધી અન્ય મેડિકલ વિશ્વવિદ્યાલય માં અભ્યાસ ચેન્જ કરવો મુશ્કેલી ભરેલો છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા યુક્રેન થી પરત ફરેલા વિદ્યાર્થીઓનો અભ્યાસ ભારતમાં જ પૂરો થાય તેઓ કોઈ રસ્તો શોધવા માટેના અગાઉ સંકેતો દીધા હતા અને નેશનલ મેડિકલ કમિશન નવા નિયમો કેવી રીતે લાવી શકાય તેનો પણ અભ્યાસ કરી રહી છે. તેવું પણ સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.
આ પણ વાંચોઃ સ્કૂલોમાં હજુ પણ મધ્યાહ્ન ભોજન બંધ, ભાવનગરની સંસ્થા દરરોજ 50 હજાર વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર પૂરો પાડે છે