ભાવનગર (Bhavnagar)માટે રાહતના સમાચાર છે કે અત્યાર સુધી ભલે નોંધપાત્ર વરસાદ નથી થયો, પરંતુ સારી બાબત એ છે કે જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં (Shetrunji Dam)પાણીનો પૂરતો જથ્થો છે જેના કારણે પાણીની સમસ્યા સર્જાય તેવા હાલ કોઈ સંજોગો નથી. શેત્રુજી ડેમમાંથી જ્યારે પણ જરૂર પડે ત્યારે ખેડૂતોને પાણી આપવામાં આવ્યું છે. ડેમમાંથી ભાવનગરના ગ્રામ્ય વિસ્તારો માટે તેમજ પાલિતાણા અને ગારિયાધારના લોકોને જીવનજરૂરિયાત માટે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ફાળવવામાં આવ્યું હતું તેમ છતાં હાલમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે.
શેત્રુજી ડેમમાંથી જ્યારે પણ જરૂર પડે ત્યારે ખેડૂતોને પાણી આપવામાં આવ્યું છે. ડેમમાંથી ભાવનગરના ગ્રામ્ય વિસ્તારો માટે તેમજ પાલિતાણા અને ગારિયાધારના લોકોને જીવનજરૂરિયાત માટે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ફાળવવામાં આવ્યું હતું તેમ છતાં હાલમાં પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. વર્ષમાં જિલ્લાના તળાજા, મહુવા, પાલિતાણા અને ઘોઘા તાલુકાના કુલ 122 ગામોમાં આવેલી આશરે 35 હજાર થી વધુ હેક્ટર જમીનને પિયત માટે નિયમિત પાણી આપવામાં આવે છે.
ગત ચોમાસામાં સારા વરસાદને કારણે શેત્રુંજી ડેમની 34 ફુટની મહત્તમ સપાટીથી વારંવારછલકાયો હતો. ગત વર્ષે સારા વરસાદને પગલે શેત્રુંજી ડેમ એક જ અઠવાડિયામાં 6 વાર છલકાયો હતો.
શેત્રુંજી ડેમ ભાવનગરની જીવાદોરી સમાન ગણાય છે ત્યારે આ ડેમમાં 15થી 16 ફૂટ પાણીનો જથ્થો અનામત રાખવું તે અનિવાર્ય છે. શેત્રુંજી ડેમના ડેપ્યુટી એન્જિનિયરે જણાવ્યું હતું કે હાલ વરસાદની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આગામી સમયમાં વધુ સારો વરસાદ થાય તો પાણીનું પ્રમાણ ડેમમાં વધુ સારી રીતે જળવાઈ રહેશે. હાલ ડેમમાં પાણીનો જથ્થો 19તી 20 ફૂટ છે જે પર્યાપ્ત છે.
નોંધનીય છે કે ગત વર્ષે સૌથી મોટા જળાશય તરીકે નામના ધરાવતો શેત્રુંજી ડેમ એક જ અઠવાડિયામાં સતત છઠ્ઠી વખત છલકાયો હતો અને ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ હતી , તેના પરિણામે આ વર્ષે પણ પાણીની સમસ્યામાંથી નિજાત મળી છે ત્યારે આ વર્ષે પણ ભાવનગર વાસીઓ એવી આશા સેવી રહ્યા છે કે જિલ્લામાં સારો વરસાદ થાય.
ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં 20 સપ્ટેમ્બરથી માંડીને 28 -9-2021 દરમિયાન એક જ અઠવાડિયામાં ડેમ 6 વાર છલકાયો હતો. જેમાં તારીખ 20 ના રોજ ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યારબાદ તારીખ 21ના રોજ 15 દરવાજા ખુલ્યા અને 22 તારીખના રોજ 6 દરવાજા તેમજ તારીખ 23ના રોજ 15 દરવાજા અને 24 સપ્ટેમ્બરના રોજ 6 દરવાજા અને 26ના રોજ 6 દરવાજા ખોલવામાં આવ્યાં હતા. ત્યાર બાદ તારીખ 27ના રોજ એક ફૂટ સુધી 5 દરવાજા ખોલવામાં આવ્યાં અને તારીખ 28 સપ્ટેમ્બરના રોજ રોજ વહેલી સવારે 15 દરવાજા અને બપોરેના સમયે પણ 30 દ રવાજા ખોલી નાંખવામાં આવ્યા હતા.