Rathyata 2022: ભાવનગરમાં જય રણછોડના નાદ સાથે નીકળી રથયાત્રા, ભાવિકો દર્શન કરવા ઉમટ્યા

|

Jul 01, 2022 | 2:13 PM

ભાવનગરમાં (Bhavnagar)રાજ્યની બીજી સૌથી મોટી રથયાત્રાનો પ્રારંભ સવારે થયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આ રથયાત્રા કુલ17 કિલોમીટરના રૂટ પર ફર

Rathyata 2022: ભાવનગરમાં જય રણછોડના નાદ સાથે નીકળી રથયાત્રા, ભાવિકો દર્શન કરવા ઉમટ્યા
Bhavnagar rathyatra 2022

Follow us on

ભાવનગરમાં (Bhavnagar)સુભાષનગર ખાતેના ભગવાનેશ્વર મંદિરેથી  રાજયની બીજી સૌથી મોટી અને ભાવનગરની  37મી રથયાત્રાનો (Rathyatra)પ્રારંભ રણછોડરાયના જયઘોષ સાથે થયો હતો.  ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી અને યુવરાજ જયવીરરાજસિંહજી સોનાના સાવરણાથી ‘છેડાપોરા’ અને ‘પહિ‌ન્દ’ વિધિ કરીને  રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.  સુભાષનગર વિસ્તારમાં ભગવાનેશ્વર મહાદેવ મંદિર, ભગવાન જગન્નાથજીના મંદિર ખાતે સુંદર રોશની કરવામાં આવી છે.  રથયાત્રામાં યુવાનો તેમજ બાળકો અતિઉત્સાહમાં જોવા મળ્યા હતા. રથયાત્રા જ્યાંથી પસાર થતી  હતી  ત્યાં  જય રણછોડના જય ઘોષ દ્વારા રથયાત્રાને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો. ભાવનગરમાં શહેરીજનો ઉલ્લાસભેર રથયાત્રામાં જોડાયા હતા.

રથયાત્રા પૂર્વે ભાવનગર પોલીસ છાવણીમાં તબદીલ થઇ ગયું છે. ભાવનગર એસ.પી. રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ જવાનો સજજ છે અને રથયાત્રા માટે ભાવનગર તથા અન્ય જિલ્લાની પોલીસ જેમાં 15 ડીવાયએસપી, 40 પીઆઈ, 150 પીએસઆઈ, 3૦૦૦ પોલીસ જવાનો અને 2000 હોમગાર્ડ જવાનો મળીને કુલ 5૦૦૦ કરતા વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્ત જાળવી રહ્યા છે.  આ રથયાત્રામ 336 મહીલા પોલીસ પણ  ફરજ નિભાવી રહી છે.

336 women on police duty in Bhavnagar Rathyatra

રથયાત્રા જ્યાં જ્યાંથી  પસાર થઈ રહી છે ત્યાંથી ભક્તજનોને  ચણાની પ્રસાદી આપવામાં આવી રહી છે તમજ રથયાત્રાના સ્વાગતમાં ઠેર ઠેર છાશ તેમજ શરબતના કેન્દ્રો પણ ઉભા  કરવામાં આવ્યા છે.  આ દિવસે ભગવાનના દર્શન માટે  અને વિશેષ વાઘાના  દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી હતી. ભાવનગરવાસીઓ બે વર્ષના અંતરાલ બાદ ભગવાનની નગરચર્યાને વધાવવા આતુર થયા છે અને આ આનંદનો પડઘો શહેરવાસીઓમાં પડઘાતો હોય તેમ શહેરને પણ ભગવાનના આગમન નિમિત્તે  વિવિધ રીતે શણગારવામાં આવ્યું હતુ. શહેરમાં આ વર્ષે  પરંપરાગત રીતે 37મી  રથયાત્રા નીકળી છે

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

ત્યારે  મહાનગર પાલિકા તંત્ર તેમજ પોલીસ બેડા દ્વારા રથયાત્રાની તમામ તૈયારીઓ  આગોતરી જ  પૂર્ણ કરી દેવામાં આવી  હતી. કઈ  કેટલાય દિવસથી  ભાવનગરમાં પાલિકા તંત્ર તેમજ રથયાત્રા સમિતિ અને પોલીસ બેડા દ્વારા આ અંગેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી.

Published On - 11:17 am, Fri, 1 July 22

Next Article