Bhavnagar: માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને મેનેજમેન્ટ બોડી ન હોવાના લીધે ખેડૂતો મુશ્કેલીમાં, વીમા અને સબસીડી સહિતના કોઈ કામ થતાં નથી

|

Apr 15, 2022 | 6:52 AM

ખેડૂતોનો આક્ષેપ છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા યાર્ડને રાજકીય અખાડો બનાવી દેવાયો છે જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. આવી સ્થિતિ આવવા પાછળનું કારણ એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષ યાર્ડને કબજે લેવાની લ્હાયમાં કોર્ટ મેટરો પણ થઈ છે.

Bhavnagar: માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને મેનેજમેન્ટ બોડી ન હોવાના લીધે ખેડૂતો મુશ્કેલીમાં, વીમા અને સબસીડી સહિતના કોઈ કામ થતાં નથી
Bhavnagar marketing yard

Follow us on

ભાવનગર (Bhavnagar) નું માર્કેટિંગ યાર્ડ (marketing yard) આજકાલ ધણીધોરી વગરનું છે, જેને કારણે ખેડૂતો (Farmers) ની હેરાનગતિનો પાર નથી. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ભાવનગર જીલ્લો અને આજુબાજુના નાના ગામડાઓમાંથી ખેડૂતો પોતાની ખેતપેદાશો (products) ના વેચાણ માટે આવે છે, પરંતુ હાલમાં ભાવનગર માર્કેટિંગયાર્ડમાં ચેરમેન અને મેનેજમેન્ટ બોડી ના હોવાના લીધે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. તેમના વીમા, સબસીડી અને યાર્ડના વહીવટી અને રૂટીન ખર્ચના એક પણ કામ થતા નથી. ભાજપ અને કોંગ્રેસના અહમના ટકરાવ વચ્ચે હાલમાં ભાવનગર માર્કેટિંગયાર્ડની સ્થિતિ ભારે દયનીય છે. યાર્ડમાં સીસીટીવી કેમેરા ન હોવાના લીધે ચોરીની પણ અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ભાજપ અને કોંગ્રેસ દ્વારા યાર્ડને રાજકીય અખાડો બનાવી દેવાયો છે જેને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે.

આવી સ્થિતિ આવવા પાછળનું કારણ એ છે કે ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષ યાર્ડને કબજે લેવાની લ્હાયમાં કોર્ટ મેટરો પણ થઈ છે. જેને લઈને તટસ્થ ચૂંટણી નથી થઈ શકી. છેલ્લે ભાજપનું બોર્ડ હતું ત્યારબાદ હાલમાં અહીં વહીવટદાર છે. આક્ષેપ એવો છે કે ભાજપ બધા ચોકઠાં ગોઠવી સત્તા પર આવવા માંગે છે જેની સામે કોંગ્રેસ પણ કાંઈ કાચું કાપવા નથી માગતી. બંને પક્ષોના કમઠાણમાં નુકસાન ખેડૂતો ભોગવી રહ્યા છે. આ તરફ વેપારીઓની માગ છે કે ભાવનગર યાર્ડમાં વહેલામાં વહેલી ચૂંટણી લાવી અને વિઝન વાળા માણસો સત્તા પર બેસે તે બહુ જરૂરી છે. જેથી લોકોની મુશ્કેલી ઉકેલી શકાય.

જોકે વહીવટદાર આ તમામ આક્ષેપોને ફગાવી રહ્યા છે. તેમનું કહેવું છે કે યાર્ડમાં બધું કામ યોગ્ય રીતે જ થઈ રહ્યું છે. અવ્યવસ્થા જેવી કોઈ વાત નથી. કારણ ગમે તે હોય પરંતુ ખેડૂતોના હિત માટે કામ કરતું માર્કેટિંગ યાર્ડમાં રાજકારણનો અખાડો બની જાય અને તેના કારણે ધરતીપૂત્રો કે વેપારીઓએ હેરાન થવાનું આવે તેનાથી યાર્ડની છબી તો ખરાબ થશે પણ ખરીદ-વેચાણમાં પણ મુશ્કેલી ઉભી થશે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

આ પણ વાંચોઃ Ahmedabad : ફાયર બ્રિગેડ દ્વારા નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી કરાઇ, ફાયર બ્રિગેડની કામગીરી બિરદાવવામાં આવી

આ પણ વાંચોઃ Surat : ચાર વખતના નિષ્ફળ પ્રયાસો બાદ ફરી ચૌટાપુલ સહિત ત્રણ શાક માર્કેટમાં સ્ટોલ ફાળવણી કરાશે, વિક્રેતાઓની નિરસતા 

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article