Breaking News: ભાવનગર તોડકાંડમાં યુવરાજના સગા સાળા શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ કર્યુ સરેન્ડર

|

Apr 25, 2023 | 11:41 AM

Bhavnagar: ભાવનગર ડમીકાંડમાં સામે આવેલા તોડકાંડમાં યુવરાજના સગા સાળા શિવુભા ગોહિલે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. ડમીકાંડમાં નામ જાહેર ન કરવા યુવરાજે 1 કરોડ રૂપિયાનો તોડ કર્યો હોવાનો આક્ષેપ તેના નજીકના બિપીન ત્રિવેદીએ જ કર્યો છે.

Breaking News: ભાવનગર તોડકાંડમાં યુવરાજના સગા સાળા શિવુભા ગોહિલે પોલીસ સમક્ષ કર્યુ સરેન્ડર

Follow us on

ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.

યુવરાજસિંહને ચૂપ કરાવવાનું આ રાજકીય ષડયંત્ર છે- શિવુભા ગોહિલ

શિવુભાએ આક્ષેપ કર્યો કે એક કરોડની ખંડણીની વાત ખોટી છે. આ રાજકીય ષડયંત્ર છે. યુવરાજસિંહને ચૂપ કરાવવાનું કાવતરુ છે. પૈસાની કોઈ લેતી-દેતી નથી. આપને જણાવી દઈએ કે યુવરાજસિંહના નજીકના બિપીન ત્રિવેદીએ યુવરાજસિંહે બે લોકોના નામ જાહેર ન કરવા માટે 1 કરોડનો તોડ કર્યો હોવાનો આરોપ લગાવ્યો છે. જેમા બંને વ્યક્તિ પાસેથી 50-50 લાખ લીધા હોવાનો તેમનો આરોપ છે. બિપીન ત્રિવેદીએ પણ તોડની રકમ પેટે 10 રકમ એટલે કે 10 લાખ રૂપિયા લીધા હોવાનો આરોપ છે.

આજનું રાશિફળ તારીખ : 18-04-2025
10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?

ભાવનગર ડમીકાંડમાં પોલીસે આજે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. નોંધનીય છે કે ગત રોજ પોલીસે ઘનશ્યામ લાંધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરી હતી. . આ બંનેના તોડકાંડમાં યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. બિપિન ત્રિવેદી યુવરાજના નજીકનો મિત્ર છે જેનો વીડિયો સામે આવ્યા હતો. આ ઘટનામાં આજે વધું પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડમી કાંડમાં અત્યાર સુધી કુલ 38 વિરૂદ્ધ ફરિયાદ થઇ છે અને અત્યાર સુધીમાં 19 આરોપીઓ ઝડપાયા છે.

પોલીસે આજે  જે આરોપીઓની  ધરપકડ કરી છે તે આરોપીઓઓ  ધોરણ 10માં તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં  ડમી તરીકે પરીક્ષા આપી હતી. આરોપીઓના નામ હસમુખ પુનાભાઈ ભટ્ટ, જયદીપ બાબભાઇ ભેડા, દેવાંગ રામાનુજ યોગેશભાઈ, યુવરાજ સિંહ જીતેન્દ્રસિંહ પરમાર, તથા જાની હિરેનકુમાર રવિશંકર છે.

ગત રોજ 6 આરોપીઓને  કરવામાં આવ્યા હતા જેલ હવાલે

ગત રોજ પોલીસે  પોલીસે ઘનશ્યામ લાંધવા અને બિપિન ત્રિવેદીની ધરપકડ કરી છે. આ બંનેના તોડકાંડમાં યુવરાજસિંહ સાથે ફરિયાદમાં નામ છે. બિપિન ત્રિવેદી યુવરાજના નજીકનો મિત્ર છે જેનો વીડિયો સામે આવ્યા હતો અને બિપિને જ યુવરાજના 55 લાખ લીધાનો દાવો કર્યો હતો. તો આ જ વીડિયોમાં ઘનશ્યામનું પણ નામ સામે આવ્યું હતું કે જેણે પૈસાની લેતીદેતી કરી હતી.

તેમજ  ભાવનગરમાં ડમી કાંડના વધુ છ આરોપીઓને જેલ હવાલે કરાયા હતા. ગત રોજ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તમામ 6 આરોપીને જેલમાં મોકલી અપાયા હતા. ડમી કાંડમાં વિપુલ અગ્રાવત, ભાર્ગવ બારૈયા, પાર્થ જાની, અશ્વિન સોલંકી, રમેશ બારૈયા અને રાહુલ લીંબડીયાને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gujarati Video: ભાવનગર ડમીકાંડના 6 આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કરાયા જેલ હવાલે, તોડકાંડમાં યુવરાજ સાથેના ફરિયાદી ઘનશ્યામ અને બિપિન ત્રિવેદીના 6 દિવસના રિમાન્ડ મંજૂર

ડમી કાંડમાં અત્યાર સુધી કુલ 10 આરોપીઓ જેલમાં બંધ છે. મહત્વનું છે કે 6 આરોપીઓની ભાવનગર SITએ ગુરૂવારે ધરપકડ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી. જેથી કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતા અને આજે રિમાન્ડ પૂર્ણ થતાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

ઈનપુટ ક્રેડિટ- અજિત ગઢવી- ભાવનગર

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 10:40 am, Tue, 25 April 23