Bhavnagar : પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થતાં લોકો મુશ્કેલીમાં, આર્થિક ભારણ વધ્યું

|

Jul 17, 2021 | 4:01 PM

જ્યારે પેટ્રોલનો ભાવ 100 ને પાર થતા સામાન્ય વ્યકિતની મુશ્કેલી વધી રહી છે. જેમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધવાને કારણે દૂધ, કરીયાણા સહિત જીવન જરૂરિયાતની વસ્તુમાં મોંઘવારી વધી છે.

ભાવનગર(Bhavnagar ) શહેરમાં શનિવારે પેટ્રોલ(Petrol )ના ભાવ 100.22 અને ડિઝલના ભાવ 98. 33 રૂપિયા થતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. કોરોનાની મહામારી ને લઈને લોકોની આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. જ્યારે પેટ્રોલનો ભાવ 100 ને પાર થતા સામાન્ય વ્યકિતની મુશ્કેલી વધી રહી છે. જેમાં પેટ્રોલ ડિઝલના ભાવ વધવાને કારણે દૂધ, કરીયાણા સહિત જીવન જરૂરિયાતની વસ્તુમાં મોંઘવારી વધી છે. જેના લીધે લોકો પર આર્થિક ભારણ વધી રહ્યું છે. તેમજ મહિલાઓનું ઘરનું બજેટ પણ ખોરવાઇ રહ્યું છે.

Published On - 3:56 pm, Sat, 17 July 21

Next Video