Bhavnagar: યુવાવર્ગની પાઇલટ બનવાની મહેચ્છાને મળશે પાંખ, AAI દ્વારા ભાવનગરમાં મળશે પાઇલટ બનવાની ટ્રેનિંગ

|

Jul 02, 2022 | 2:58 PM

ભાવનગરને રાષ્ટ્રીય સ્તરે પાઇલટ (Pilot) તૈયાર કરવાની આગવી ઓળખ મળશે. તો નજીકના સમયમાં જ રાજકોટમાં હીરાસર એરપોર્ટ બનશે ત્યારે એવિએશન સ્ટાફથી માંડીને નિષ્ણાત પાઇલટની જરૂર પડશે ત્યારે આ તમામ તાલીમ હવે નજીકના ભાવનગરમાંથી મળી શકશે.

Bhavnagar: યુવાવર્ગની પાઇલટ બનવાની મહેચ્છાને મળશે પાંખ, AAI દ્વારા ભાવનગરમાં મળશે પાઇલટ બનવાની ટ્રેનિંગ
This step will give Bhavnagar district a distinct identity in the country's aviation sector

Follow us on

ભાવનગર (Bhavnagr)હવે કુશળ પાઇલટ તૈયાર કરનારા હબ તરીકે દેશમાં મોખરાનું સ્થાન પામશે. એક સમયે ગાય, ગાંડાને ગાંઠિયાના નગર તરીકે ભાવનગર જાણીતું હતું, પરંતુ સમય જતા ભાવનગર અલંગ ઉદ્યોગને કારણે જાણીતું બન્યું હતું. હવે આગામી સમયમાં   ભાવનગરને રાષ્ટ્રીય સ્તરે પાઇલટ(Pilot) તૈયાર કરવાની આગવી ઓળખ મળશે. તો નજીકના સમયમાં જ રાજકોટ(Rajkot)માં હીરાસર એરપોર્ટ બનશે ત્યારે એવિએશન સ્ટાફથી માંડીને નિષ્ણાત પાઇલટની જરૂર પડશે ત્યારે આ તમામ તાલીમ હવે ભાવનગરમાંથી મળી શકશે. આ માટે 25 વર્ષ માટે લીઝ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારતીય નાગરિક ઉડ્ડયનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ માર્ચ 2022માં ભાવનગર, દેવગઢ, હુબલી સહિતના સ્થાનો પર  ફ્લાઈંગ એકેડમી સ્થાપવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. તેને મંજૂરૂી મળતા હવે ડ્યુન્સ એવિએશન એકેડેમી દ્વારા રાજકોટ, ભાવનગર એરપોર્ટ પર કોમર્શિયલ પાયલોટ અને પર્સનલ પાયલોટ લાયસન્સની તાલીમ આપવામાં આવશે.

ભાવનગર એરપોર્ટના ડાયરેક્ટર મનીષ કુમાર અગ્રવાલે જણાવ્યું હતું કે  Flying Training Organizations દ્વારા ભવિષ્યમાં આ એકેડમી ડ્રોન પાયલોટની તાલીમ તેમજ કર્મશિયલ પાઇલટ માટેની અનિવાર્ય તમામ તાલીમની સુવિધા પૂરી પાડવામાં આવશે.

ભાવનગર એરપોર્ટ પર તાલીમ આપશે જોધપુરનું ફાઉન્ડેશન

The Ganpat Foundation of Jodhpur will impart training at Bhavnagar Airport

તાલીમ આપવા માટે ભાવનગર એરપોર્ટની સોંપણી જોધપુરના ગણપત કેર ફાઉન્ડેશનને ફાળવવામાં આવ્યું છે. (AAI) એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ભરેલા આ નવતર કદમથી ગુજરાતનું ભાવનગર દેશના ઉડ્ડયન ક્ષેત્રે અગ્ર હરોળમાં આવી જશે અને દેશના યુવાનો અહીં પાઇલટ બનવાની તાલીમ લેવા આવી શકશે. આ અંગેની પહેલ રૂપે ફ્લાઈંગ ટ્રેનિંગ એકેડમીની એરપોર્ટ ડિરેક્ટર મનીષ કુમાર અગ્રવાલ અને ગણપત કેર ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી નવનીત અગ્રવાલ વચ્ચે 25 વર્ષ માટેના લીઝ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંગે AAI દ્વારા ટ્વિટ પણ કરવામાં આવશે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ડીસેમ્બર 2020માં મૂકવામાં આવી હતી દરખાસ્ત

AAIએ 2022માં ભાવનગર સહિત હુબલીમાં ફ્લાઈંગ સ્થાપવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. તે અગાઉ ડીસેમ્બર માસમાં રાજકોટમાં વિમાની પાઇલટ બનવા તાલીમ આપવા માટે એક કેન્દ્ર શરૂ કરવાની દરખાસ્ત મુકવામાં આવી હતી. આ ક્ષેત્રે આગળ વધવા રાજ્ય સરકારની મદદ માગવામાં આવી હતી. જે અંગે એરોડ્રામ એડવાઇઝરી કમિટિની બેઠક મળી હતી, જેમાં આ મુદ્દે ચર્ચા બાદ રાજકોટમાં પાઇલટ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની દરખાસ્ત કરાઈ હતી.

Flying Training Organizations થી ગુજરાતના યુવાનોને પાઇલટ બનવા માટે મળશે યોગ્ય તાલીમ

  1. આ પહેલથી રાષ્ટ્રીય સ્તરે ભાવનગરને મળશે આગવી ઓળખ.
  2. આ પગલાંથી ભાવનગર જિલ્લાને  દેશના ઉડ્ડયન ક્ષેત્રે એક અલગ ઓળખ મળશે.
  3. હાલમાં પાયલોટ બનવા ઇચ્છતા યુવાનોને ગુજરાતની બહાર અન્ય રાજ્યમાં તાલીમ લેવા જવું પડે છે તે સમસ્યાનો અંત આવશે.
  4. રાજકોટમાં હીરાસર ખાતે આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું નિર્માણ ચાલી રહ્યું છે, ત્યારે રાજકોટમાં પાયલોટ ટ્રેનિંગ એકેડમી શરુ થાય તો રાજકોટ અને સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ ગુજરાતભરના યુવાનોને આ ક્ષેત્રમાં રોજગારીનો વધુ એક વિકલ્પ ખુલ્લો થઈ શકશે.

Published On - 2:04 pm, Sat, 2 July 22

Next Article