BHAVNAGAR : 1 હજાર કરોડના બોગસ બિલીંગ કાંડમાં રાજકોટ GST વિભાગના બે મોટા અધિકારી સસ્પેન્ડ

|

Aug 12, 2021 | 10:54 AM

ભાવનગરમાં GST બિલીંગ કૌભાંડની સાથે-સાથે ડિપાર્ટમેન્ટમાં ચાલતી બેદરકારી પણ બહાર આવી છે..જેના પડઘા અમદાવાદ મુખ્ય ઓફિસ સુધી પહોંચ્યા છે.

BHAVNAGAR : શહેરના 1 હજાર કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં તપાસ કાર્યવાહીનો રેલો રાજકોટ પહોંચ્યો છે.ગંભીર બેદરકારી દાખવવા બદલ રાજકોટ GSTના ફ્લાઇંગ સ્ક્વૉડના ડેપ્યુટી કમિશનર અને આસિસ્ટન્ટ કમિશનરને સસ્પેન્ડ કરી દેવાયા છે.ભાવનગરથી પ્રમોશન સાથે રાજકોટ બદલી પામેલા જીએસટીના ઉચ્ચ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવાતા જીએસટી વિભાગમાં આ મુદ્દો ચર્ચાની એરણે ચડ્યો છે.

સૂત્રો મુજબ ભાવનગરમાં આસિસ્ટન્ટ કમિશનરની ફરજ બજાવતા સંજય ગાંધીને રાજકોટ જીએસટી અન્વેષણ વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે મુકાયા હતા. જ્યારે એચ.કે. માલવિયાને આસિસ્ટન્ટ કમિશનર તરીકે રાજકોટમાં મૂકવામાં આવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા મુજબ આ બન્ને અધિકારીઓની જવાબદારી પેઢીઓના રજિસ્ટ્રેશનથી લઇને રિફંડ, આઈટીસી ચૂકવવા વગેરે બાબતમાં ફિક્સ થઈ હતી. તેમણે પોતાને જે કામગીરી સોંપવામાં આવી હોય તે કામગીરી પૂરી કરી નહોતી અને સંડોવણી સામે આવતા તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. જોકે ભાવનગરમાં GST બિલીંગ કૌભાંડની સાથે-સાથે ડિપાર્ટમેન્ટમાં ચાલતી બેદરકારી પણ બહાર આવી છે..જેના પડઘા અમદાવાદ મુખ્ય ઓફિસ સુધી પહોંચ્યા છે.

આ પણ વાંચો : RAJKOT : કાલાવડ રોડ પર રિસોર્ટમાં આગ લાગી, 8 લોકો દાઝ્યા

આ પણ વાંચો : BHAVNAGAR : વિપક્ષનો આરોપ, FIRE NOC અને દબાણની નોટીસ આપ્યા બાદ BMC તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી

Next Video