Bhavnagar: બે બળિયા સહોદર ગળે મળતા જ છલકાઈ ગઈ આંખો, જીત બાદ હીરા સોલંકી અને પરૂષોત્તમ સોલંકીનો ભાવુક કરતો વીડિયો સામે આવ્યો

ભાવનગર ગ્રામ્ય (Bhavnagar rural) વિધાનસભા બેઠક જે ભૂતકાળનાં વર્ષોમાં ઘોઘા-56 ગણાતી હતી અને આ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો. જોકે વર્ષ 2012થી અહીં ભાજપના ધારાસભ્ય જીતે છે.  ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં ઘોઘા, બુધેલ, વરતેજ, સિહોર, માઢિયા ગામડાઓનો સમાવેશ થાય છે.

Bhavnagar: બે બળિયા સહોદર ગળે મળતા જ છલકાઈ ગઈ આંખો, જીત બાદ હીરા સોલંકી અને પરૂષોત્તમ સોલંકીનો ભાવુક કરતો વીડિયો સામે આવ્યો
પરષોત્તમ સોંલકી અને હીરા સોલંકી મળતા સર્જાયા ભાવુક દ્રશ્યો
| Edited By: | Updated on: Dec 10, 2022 | 8:07 AM

ગુજરાતની ચૂંટણીમાં ભાજપે એક નવો જ રેકોર્ડ સર્જયો છે અને 156 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે રાજકારણમાં ઊતરેલા બે ભાઈઓ પણ ચૂંટણી પરિણામમાં મળેલી જીતને પગલે ભાવુક થઈ ગયા હતા અને એકબીજાને ગળે વળગીને રડી પડ્યા હતા. વાત થઈ રહી છે ભાવનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય પરષોત્તમ સોંલકીની અને અમરેલીની રાજુલા જાફરાબાદ બેઠક ઉપરના  ભાજપના ધારાસભ્ય હીરા સોલંકીની. આ બંને ભાઈઓએ જુદી જુદી બેઠકો ઉપરથી ચૂંટણી લડી રહ્યા હતા અને ચૂંટણીમાં બંને ભાઈઓએ જ્વલંત વિજય મેળ્યો હતો. બંને ભાઈઓના વિજયથી તેમના પરિવારમાં તથઆ સમર્થકોમાં ભારે ઉત્સાહનો માહોલ ફેલાઈ ગયો હતો. તેમજ વિજેતા બનેલા હીરા સોંલકી ભાઇને મળવા ભાવનગર પહોંચ્યા હતા. ત્યારે તેઓ ભાઇને મળતા જ પગે લાગ્યા હતા અને પરષોતમ સોલંકીએ હીરા સોલંકીને અભિનંદન આપ્યા હતા અને ભેટી પડ્યા હતા. આ દ્રશ્યો ખૂબ ભાવુક કરી દે તેવા હતા. પુરષોતમ સોંલંકીની ભાઈ માટેની લાગણી હતી, તે તેમની આંખમાંથી વરસી રહી હતી. પરષોતમ સોલંકી એટલા બધા ભાવુક થઈ ગયા હતા તે ભાઇને ભેટીને રડી પડ્યા હતા.આ વર્ષની ચૂંટણીમાં પરષોત્તમ સોંલકીને  73, 848 મત પ્રાપ્ત થયા  હતા.  તો હીરા સોંલકીને  10, 463  મત પ્રાપ્ત થયા  હતા.

 

ભાવનગર ગ્રામ્યનો ગઢ સાચવીને બેઠેલા છે પુરષોતમ સોંલકી

આ વર્ષની ચૂંટણીમાં પરષોત્તમ સોંલકીને  73, 848 મત પ્રાપ્ત થયા  હતા.  તો  વર્ષ 2017માં  પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી ભાવનગર ગ્રામ્યના ભાજપના ધારાસભ્ય હતા અને તેમણે કોંગ્રેસી હરિફ કાંતિભાઈ ટપુભાઈ ચૌહાણને 30,993 મતની લીડથી હરાવ્યા હતા. પરસોત્તમભાઈ સોલંકીને 89,555 મત જ્યારે કાંતિભાઈ ટપુભાઈ ચૌહાણને 58,562 મત મળ્યા હતા. વર્ષ 2012માં ભાજપ તરફથી પરષોતમ સોલંકીએ કોંગ્રેસના અને ક્ષત્રિય સમાજના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલને ટીકીટ આપી હતી. તે ચૂંટણીમાં પરસોત્તમ સોલંકીએ 18,554 મતોથી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલને હરાવીને ભાજપનો ભગવો લહેરાવ્યો હતો.

ભાવનગર ગ્રામ્યમાં ભાજપનો દબદબો

ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક જે ભૂતકાળનાં વર્ષોમાં ઘોઘા-56 ગણાતી હતી અને આ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો કબ્જો રહ્યો હતો. જોકે વર્ષ 2012થી અહીં ભાજપના ધારાસભ્ય જીતે છે.  ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠકમાં ઘોઘા, બુધેલ, વરતેજ, સિહોર, માઢિયા ગામડાઓનો સમાવેશ થાય છે. આ બેઠકમાં ઘોઘા રો-રો ફેરી સર્વિસ, સિહોરની સર્વોત્તમ ડેરી અને સિહોરની રોલિંગ મિલોની GIDC પણ આવેલી છે.

 

Published On - 8:06 am, Sat, 10 December 22