Bhavnagar : વેળાવદર અભ્યારણ્યમાં ત્રણ હજાર કાળિયારનું ઝુંડ કેમેરામાં કેદ, જુઓ આ અદભૂત વીડિયો

|

Jul 27, 2021 | 7:38 PM

રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતા કાળિયારનું ટોળું જોવા મળી રહ્યું છે. આજે આ કાળિયારના વાયરલ થયેલા વિડીયોએ લોકોમાં ભારે ચર્ચા ઉભી કરી છે,

Bhavnagar : જિલ્લાની અલંગ સહિતની અનેક વિશેષતાઓ છે. જેમાં ભાવનગરથી નજીક આશરે 40 કિમી અંતરે આવેલા વેળાવદર કાળિયાર અભ્યારણ્ય એક બહુ મોટી વિશેષતા છે. ભાવનગરના વેળાવદર પાસે આવેલા કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ્યમાં એકસાથે 3000 જેટલા કાળિયાર કેમેરામાં કેદ થયા છે.

રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી પસાર થતા રસ્તાને ક્રોસ કરતા કાળિયારનું ટોળું જોવા મળી રહ્યું છે. આજે આ કાળિયારના વાયરલ થયેલા વિડીયોએ લોકોમાં ભારે ચર્ચા ઉભી કરી હતી, અને લોકોમાં કુતૂહલતા ઉભી થઇ હતી કે આટલો અદભુત નજારો હશે. જોકે હાલમાં તો લોકો માટે અભયારણ્ય બંધ છે, પરંતુ આ પ્રકારના હરણની મૂવમેન્ટનો નજારો સામાન્ય રીતે સ્થાનિકોને જોવા મળતો હોય છે.

હાલમાં વરસાદ પડેલો હોઈ હરણો એકજૂથમાં વધારે ફરતાં હોય છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનના નેશનલ પાર્ક 3400 હેકટર અને બહારની સાઈડ 2000 હેકટરમાં કાળિયારો વસવાટ કરે છે. ઉદ્યાનમાં 2500થી 3000 જેટલા કળિયારો વસવાટ કરે છે અને રોજ અંદર અને બહાર આવતા-જતા રહે છે. કાળિયારો હંમેશાં ટોળામાં જ રહેતા હોય છે, છેલ્લાં 5 વર્ષમાં કળિયારોની સંખ્યામાં વધારો થયો છે.

ભાલ વિસ્તારમાં આવેલાં ઘાસનાં મેદાનો કાળિયારને ખૂબ જ માફક આવે છે. આ ઉદ્યાન જિલ્લા મુખ્ય મથક ભાવનગર શહેરથી 40 કિમી દૂર છે. સપાટ જમીન, સુકાયેલું ઘાસ અને કાળિયારના ઝુંડ હંમેશાંથી પ્રવાસીઓને આ ઉદ્યાન તરફ આકર્ષિત કરતાં રહ્યાં છે.

 

Published On - 7:20 pm, Tue, 27 July 21

Next Video