bhavnagar : 20 ઓગસ્ટથી સ્પાઇસ જેટ દ્વારા એર કનેક્ટિવિટી શરૂ થશે, દિલ્લી-મુંબઇ-સુરત શહેર સાથે જોડાણ થશે

|

Aug 07, 2021 | 8:28 PM

દેશના મહત્વપૂર્ણ શહેરો દિલ્લી, મુંબઇ અને સુરત સાથે ભાવનગરને સીધી હવાઈ સેવાની કનેક્ટિવિટી પ્રાપ્ત થવા જઈ રહી છે. ઉપરાંત દેશના અન્ય 12 શહેરો સાથે ભાવનગરને વન સ્ટોપ કનેક્ટિવિટી મળવાની છે.

bhavnagar : દેશના મહત્વપૂર્ણ શહેરો દિલ્લી, મુંબઇ અને સુરત સાથે ભાવનગરને સીધી હવાઈ સેવાની કનેક્ટિવિટી પ્રાપ્ત થવા જઈ રહી છે. ઉપરાંત દેશના અન્ય 12 શહેરો સાથે ભાવનગરને વન સ્ટોપ કનેક્ટિવિટી મળવાની છે. આગામી 20 ઓગસ્ટથી ભાવનગરથી દિલ્લી, મુંબઇની અને 21 ઓગસ્ટથી સુરતની હવાઈ સેવા શરૂ થવા જઈ રહી છે. સ્પાઇસ જેટ દ્વારા ભાવનગરથી દિલ્લીની ફ્લાઈટની સર્વિસ મંગળવારને બાદ કરતાં સપ્તાહના તમામ દિવસોમાં શરૂ રહેશે. જ્યારે ભાવનગર સુરત વચ્ચે હવાઈ સેવા ગુરૂવાર, શનિવાર અને રવિવારના રોજ ચલાવવામાં આવશે. આ ઉપરાંત ભાવનગરને પોરબંદર, ગોવા, દરભંગા, કંડલા, ગ્વાલિયર, મદુરાઈ, કોચી, ગૌહાટી, બેલગાવી, દેહરાદૂન, અમૃતસર, જયપુર અને અમદાવાદ જેવા શહેરોની 1 સ્ટોપ કનેક્ટિવિટી મળશે. ભાવનગરમાં આ ફલાઇટ સેવાઓ શરૂ થતાં ભાવનગર શહેર અને જિલ્લાના નાગરિકોને નવી સુવિધા મળશે.

 

Next Video