Bhavnagar : કોરોના રસીકરણની ઝડપ વધી, સપ્તાહમાં 32. 92 ટકાનો વધારો

|

Jul 28, 2021 | 3:05 PM

ભાવનગર શહેર અને જિલ્લામાં હવે કોરોના રસીકરણમાં ઝડપ આવી રહી છે. જેમાં સપ્તાહમાં સાત દિવસ પૈકી માત્ર પાંચ જ દિવસ રસીકરણ થયુ હોવા છતાં ગયા સપ્તાહની તુલનામાં આ સપ્તાહે રસીકરણમાં 32.92 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.

હાલમાં કોરોનાની ત્રીજી લહેરની જ્યારે ચર્ચાઓ શરૂ છે ત્યારે રસીકરણ એક સૌથી મોટો ઉપાય છે. એવામાં ભાવનગર(Bhavnagar)  શહેર અને જિલ્લામાં હવે કોરોના રસીકરણ(Vaccination) માં ઝડપ આવી રહી છે. જોકે સરકાર તરફથી મળતી તમામ વેક્સિન રોજેરોજ ઉપયોગ થઈ જાય છે. જેમાં  સપ્તાહમાં સાત દિવસ પૈકી માત્ર પાંચ જ દિવસ રસીકરણ થયુ હોવા છતાં ગયા સપ્તાહની તુલનામાં આ સપ્તાહે રસીકરણમાં 32.92 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. તો બીજી બાજુ ભાવનગર શહેર અને જિલ્લામાં કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અને છેલ્લા આઠ દિવસમાં ભાવનગર શહેરમાં કોરોના નવા બે કેસ જ નોંધાયા છે. તો 10 તાલુકાઓમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.

આ પણ વાંચો :

આ પણ વાંચો :

Published On - 3:00 pm, Wed, 28 July 21

Next Video