ખેડૂતો (farmers) અને પશુપાલકોને વધુ એક મોંઘવારી (Inflation) નો માર સહન કરવાનો વારો આવ્યો છે. ખાતર બાદ હવે ખોળના ભાવમાં 600 રૂપિયાનો વધારો ઝીંકાયો છે, જેથી ખોળના એક બાચકાના ભાવ 1 હજાર 200થી વધીને 1 હજાર 800 રૂપિયાએ પહોંચી ગયા છે. ખોળના ભાવમાં એક સાથે 600 રૂપિયા વધતાં પશુઓ (Animal) નો નિભાવ મુશ્કેલ બન્યો છે. પરિણામે ભાવનગર (Bhavnagar) જિલ્લાના પશુપાલકો પશુઓને સડેલા શાકભાજી (Vegetables) ખવડાવવા મજબૂર બન્યા છે. પશુપાલકોનું કહેવું છે કે, એક તરફ પશુઓના નિભાવ ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ દૂધના ભાવ નથી મળી રહ્યા જેથી તેમની મુશ્કેલી વધી છે.
સતત વધી રહેલી મોંઘવારીથી દૂધાળા પશુઓના દાણ પણ બાકાત રહ્યા નથી. પશુઓ માટેના ઘાસચારા અને ખોળમાં તોતિંગ ભાવ વધારો આવ્યો છે. ખોળના એક બાચકાનો ભાવ 1200 રૂપિયાથી વધીને 1800 રૂપિયા થઈ ગયો છે. ત્યારે પશુઓનો નિભાવ પશુપાલક માટે ભારે મુશ્કેલ બન્યો છે. ભાવનગરમાં કેટલાક પશુપાલકો સડેલા શાકભાજી ખવડાવીને પોતાનાં પશુઓનો નિભાવ કરી રહ્યા છે.
કચ્છ સરહદ ડેરી સતત પશુપાલકોના હિત માટે કામ કરી રહી છે. અને આજે દૈનીક 5 લાખ લીટર દુધ એકત્રીકરણ તરફ આગળ વધી રહ્યુ છે. ગત મહિને પણ પશુપાલકોની માંગ બાદ સરહદ ડેરીએ પ્રતિ લીટર 1.50 રૂપિયાનો વધારો કર્યો છે. જોકે હાલ ફરી જ્યારે પશુપાલકો માટે કપરો સમય છે ત્યારે સરહદ ડેરીએ ભાવ વધારો આપ્યો છે. આમ એકજ મહિનામાં 2.20 નો ભાવ વધારો પશુપાલકોને મળ્યો છે. એક તરફ ઉનાળાની શરૂઆત ઘાસ-પાણીની તંગી અને દુધ ઉત્પાદન પણ ઓછું થવાથી પશુપાલકો માટે કપરો સમય થશે. જોકે સ્થાળતંર સાથે પશુપાલકોનું મનોબળ મજબુત કરવાના ઉદ્દેશથી સરહદ ડેરીએ પશુપાલકોના હિતમાં વધુ એક નિર્ણય લીધો છે. જેને પશુપાલકોએ પણ આવકાર્યો છે.
આ પણ વાંચોઃ Girsomnath: કેસર કેરીના રસિકો માટે આવ્યા માઠા સમાચાર, એક મહિનો મોડી આવશે કેરી
આ પણ વાંચોઃ અંબાજી જતાં પહેલાં જાણો આ વાત, ગબ્બર દર્શન આજે બપોર બાદ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો