કનેક્ટિવિટીની વાત આવે ત્યારે હંમેશા ભાવનગર સાથે અન્યાય થતો આવ્યો છે. ભાવનગર જિલ્લામાં એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે. અને તેના મોટાભાગના વેપારીઓ મુંબઈ સાથે જોડાયેલા છે. તેમજ ભાવનગર જિલ્લામાં જૈન ધર્મનું સૌથી મોટું આસ્થાનું ધામ પાલીતાણા આવેલું હોવા છતાં પણ આગામી સાતમી માર્ચે ભાવનગર-મુંબઈ (Bhavnagar-Mumbai)વચ્ચેની એકમાત્ર ફલાઇટ (Flight)બંધ થવા જઈ રહી છે. જેને લઇને ભાવનગરના વેપારી અગ્રણીઓ રોષ ઠાલવ્યો છે. ભાવનગરથી મુંબઇ વચ્ચે એરઇન્ડિયા (Air India)અને સ્પાઇસ જેટની (Spice Jet)ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી રહી છે.
ભાવનગરથી મુંબઇ વચ્ચે સારો ટ્રાફિક મળી રહે છે. એર ઇન્ડિયા દ્વારા ભાવનગરથી મુંબઈ અને મુંબઇથી ભાવનગર વચ્ચે હવાઈ સેવા સંચાલિત કરવામાં આવી રહી છે, અને તેના મુસાફરો દ્વારા સારો પ્રતિસાદ પણ સાંપડી રહ્યો હતો.આમ છતાં એકાએક એર ઇન્ડિયા દ્વારા આગામી તારીખ 7 મી માર્ચથી ભાવનગર-મુંબઈ અને મુંબઈ-ભાવનગર વચ્ચેની હવાઈ સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય અને કેન્દ્ર સરકારમાં કેબિનેટ મંત્રીઓ ભાવનગર જિલ્લાના છે, ઉપરાંત ભાવનગરના સાંસદ શાસક પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ છે, છતાં ભાવનગરને નવી સગવડતાઓ અપનાવવાને બદલે જે સગવડતાઓ ગયા હોય છે તે પણ ધીમે ધીમે છીનવી લેવામાં આવી રહી છે.
ભાવનગરમાં ભાજપના નેતાઓની નબળી નેતાગીરીના કારણે ભાવનગરની પ્રજાની અનેક સુવિધાઓ ધીરે ધીરે ઓછી થઈ રહી છે. ભાવનગરમાં હવે સપ્તાહમાં માત્ર ત્રણ વખત સ્પાઈસ જેટની ભાવનગર મુંબઈ વચ્ચે હવાઇ સેવા ઉપલબ્ધ બની શકશે. અગાઉ દિલ્હી ભાવનગર વચ્ચેની હવાઈ સેવા શરૂ કર્યાના થોડા જ દિવસોમાં બંધ કરવામાં આવી હતી, ઉપરાંત સુરત ભાવનગર વચ્ચે જેટની ફ્લાઇટ પણ બંધ કરવામાં આવી હતી.એરઈન્ડીયાનું સુકાન ટાટાએ સંભાળ્યું ત્યારે ભાવનગરને કાયમી મુંબઈની ફ્લાઈટ આપવા માટે ચેમ્બરે પત્ર લખેલ છે. અત્યારે મુંબઈ ફ્લાઈટમાં 70 ટકાથી વધુ પેસેન્જરો પણ મળતા હતા. હજી અલંગ સહિતના ઉદ્યોગોનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છે.
ત્યારે આ ફ્લાઈટ ચાલુ રહેવી જોઈએ અને જો શરૂ નહીં રહે તો વિરોધ પણ કરીશું તેવું ચેમ્બરના પ્રમુખે જણાવ્યું હતું. ભાવનગર જિલ્લામાં વિશ્વનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ ખાતે આવેલું છે તેમજ જૈનોનું સૌથી મોટું આસ્થાનું કેન્દ્ર પણ ભાવનગર જિલ્લામાં આવેલું છે. જેને કારણે મુંબઈ અને ભાવનગર વચ્ચે ફ્લાઈટ મહત્તમ ઉપયોગ થતો હોય છે. આમ છતા પણ ક્યાં કારણોસર તંત્ર દ્વારા મુંબઈની ફલાઇટ બંધ કરવાનો નિર્ણય લેવાયો તે વિચારવાનું રહ્યું. જોકે ભાજપના નેતાઓ આવતી સાત તારીખે ફ્લાઇટ બંધ નહિ થાય તેવું કહી રહ્યા છે.
આ પણ વાંચો : Mehsana : સાંસદ શારદાબેન પટેલે યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી
આ પણ વાંચો : RAJKOT : મહેન્દ્ર પટેલ આત્મહત્યા કેસમાં આરોપીઓને શોધવા પોલીસ કામે લાગી, આશ્રયસ્થાનો પર દરોડા કરાયા