BHAVNAGAR : ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન છતાં યુનિવર્સિટીની કોલેજોમાં બેઠકો રહેશે ખાલી, જાણો કારણ

|

Aug 04, 2021 | 8:42 AM

ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા ભાવનગર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 17051 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 4877 વિદ્યાર્થીઓ મળી કુલ 21928 વિદ્યાર્થીઓ પાસ થયા હતા

BHAVNAGAR : ધોરણ-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન છતાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની કોલેજોમાં બેઠકો ખાલી રહેવાની સ્થિતિ સર્જાઈ છે. સમગ્ર ગુજરાતમાં 3 દિવસ પહેલા ધો.12 ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં માસ પ્રમોશન આપતાં ભાવનગર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 17051 વિદ્યાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહના 4877 વિદ્યાર્થીઓ મળી કુલ 21928 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. તેની સામે એમ.કે.બી યુનિવર્સિટીની જુદી જુદી કોલેજોમાં કુલ 27212 બેઠકો ઉપલબ્ધ છે. જો તમામ વિદ્યાર્થીઓ માત્રને માત્ર ભાવનગર યુનિ. સંલગ્ન કોલેજોમાં એડમિશન લે તો પણ 5284 બેઠકો ખાલી રહી જશે તે અત્યારથી નક્કી છે. જોકે વિદ્યાર્થીઓને પસંદગીની કોલેજો અને વિદ્યાશાખામાં એડમિશન માટે થોડી મુશ્કેલીઓ નડી શકે છે.

આ પણ વાંચો : VADODARA : ઉંડેરા ખાતે આવેલા તળાવમાં 23 વર્ષિય પોલીસ પુત્રએ મોતની છલાંગ લગાવી, પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે

આ પણ વાંચો : GANDHINAGAR : ઓછા મુસાફરોને કારણે ગાંધીનગર-વરેઠા વચ્ચે શરૂ કરાયેલી મેમુ ટ્રેન ખાલીખમ, મહેસાણાના સાંસદે સમય બદલવા લખ્યો પત્ર

Published On - 8:40 am, Wed, 4 August 21

Next Video