Bhavnagar: અધૂૂરો ફ્લાય ઓવર બન્યો માથાનો દુખાવો, નગરજનો જાયેં તો જાયે કહાં?

|

Aug 29, 2022 | 9:16 AM

સતત ટ્રાફિકવાળા  (Traffic) રસ્તાના લીધે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ ભાવનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કરાયો છે કે, આગામી સમયમાં ઝડપથી ફ્લાયઓવરનું કામ શરૂ કરાશે.

Bhavnagar: અધૂૂરો ફ્લાય ઓવર બન્યો માથાનો દુખાવો, નગરજનો જાયેં તો જાયે કહાં?
ભાવનગરમાં ફ્લાયઓવરના અધૂરા કામથી નાગરિકો ત્રસ્ત
Image Credit source: સાંકેતિક તસવીર

Follow us on

ભાવનગરમાં  (Bhavnagar) ફલાયઓવર સુવિધાની જગ્યાએ સમસ્યા બની ગયો છે. ભાવનગર મહાનગરપાલિકા શહેરમાં  (Bhavnagar municipal corporation) પ્રથમ ફ્લાય ઓવરનું 115 કરોડના ખર્ચે નિર્માણ કરી રહી છે. બે વર્ષ પહેલાં કામ શરૂ કરાયુ છે. ફ્લાયઓવરને પૂર્ણ કરવાની સમય મર્યાદાને હવે માત્ર એક મહિનો જ બાકી છે. જો કે, અત્યાર સુધીમાં માત્ર 25 ટકા જેટલું જ કામ પૂર્ણ થયું છે. જેને લઈને નગરજનો માટે સુવિધા જ મુશ્કેલી બની ગઈ છે. સતત ટ્રાફિકવાળા  (Traffic) રસ્તાના લીધે વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ મુદ્દે કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તો બીજી તરફ ભાવનગર નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને દાવો કરાયો છે કે, આગામી સમયમાં ઝડપથી ફ્લાયઓવરનું કામ શરૂ કરાશે.

સુવિધાને બદલે અસુવિધા થઈ રહી છે

નાગરિકો જણાવી રહ્યા છે કે ઓવર બ્રિજ કે અંડર બ્રિજ નાગરિકોની સુવિધા માટે બનાવવામાં આવે છે લોકો સુવિધા મળે તે માટે ચેક્સ ભરે છે પરંતુ તંત્ર દ્વારા જો યોગ્ય સમયે કામ પૂર્ણ કરવામાં ન આવે  તો તેના માટે  જવાબદાર કોણ છે. આ અધૂરી કામગીરીને લીધે લોકોના નાણા તેજમ સમયનો વ્યય  થાય  છે.

મહુવામાં ફેલાયું છે ગંદકીનું સામ્રાજ્ય

તો બીજી તરફ ભાવનગરના મહુવામાં આવેલા આ ગામમાં ગ્રામ પંચાયત હોવા છતાં ગામ ગંદકી અને ખુલ્લી ગટરોનું સામ્રાજ્ય છે. આ સમસ્યા છેલ્લા બે વર્ષથી છે.અહીં  જાણીતા કથાકાર મોરારીબાપુ પણ રહે છે અને બાપુ પણ વતન આવે ત્યારે પોતાના આશ્રમથી નિવાસ સ્થાને જવા માટે આજ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ આવી ગંદકી વચ્ચેથી પસાર થવાના બદલે તેઓ પણ ફરી-ફરીને પોતાના નિવાસ સ્થાને જાય છે એવું ગામલોકોનું કહેવું છે આ સિવાય સ્મશાન જવા માટે પણ ગામલોકોએ આ જ રસ્તો પસાર કરવો પડે છે અને  સતત નગરવાસીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

હદ તો એ છે કે ગંદકીના કારણે આ વિસ્તારમાં રહેતા એક વિકલાંગ બેન પણ એક વર્ષથી શેરીની બહાર નથી નીકળી શક્યા અને એવું પણ નથી કે સમસ્યાનો ઉકેલ લાવવા કોઈએ કંઈ રજૂઆત જ ન કરી હોય, ગ્રામજનોએ ગ્રામ પંચાયતથી માંડીને અનેક જગ્યાએ અનેકવાર રજૂઆતો કરી છે. ગામ લોકોનું કહેવુ છે કે સ્વચ્છ અભિયાન પાછળ સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે પરંતુ અહીંયા તો આવું કંઈ દેખાતું નથી. આખરે કંટાળેલા લોકો મીડિયા મારફતે સવાલ કરી રહ્યા છે કે આખરે આ સમસ્યાનો અંત ક્યારે આવશે?

 

 

 

Next Article