ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા પડેલી મગફળી પલળી, ખેડૂતોએ કરી વળતરની માંગ

|

Dec 01, 2021 | 7:17 PM

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુલ 25 હજાર જેટલી મગફળીની ગુણી ખુલ્લામાં પડી હતી. જે કમોસમી વરસાદના લીધે  પલળી ગઇ છે. આ મોટી નુકસાનીના પગલે ખેડૂતોએ સહાયની માગણી કરી છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લા પડેલી મગફળી પલળી, ખેડૂતોએ કરી વળતરની માંગ
Bhavnagar

Follow us on

ભાવનગર (Bhavnagar) માર્કેટિંગ યાર્ડમાં (Marketing Yard)  કમોસમી વરસાદના (Unseasonal Rain) કારણે ખેડૂતો(Farmers)  અને વેપારીની મગફળી(Groundnut)  પલળી ગઈ છે. હવામાન વિભાગે અગાઉ કમોસમી વરસાદની જાહેરાત કરી હતી જો કે, યાર્ડના મેનેજમેન્ટના અભાવે નુકસાન થયું હોવાનો ખેડૂતોનો આરોપ છે, બીજી તરફ યાર્ડના સેક્રેટરી દાવો કરી રહ્યા છે કે, તેમણે ખેડૂતોને મગફળી ઢાંકવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું.

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં કુલ 25 હજાર જેટલી મગફળીની ગુણી ખુલ્લામાં પડી હતી. જે કમોસમી વરસાદના લીધે  પલળી ગઇ છે. આ મોટી નુકસાનીના પગલે ખેડૂતોએ સહાયની માગણી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં (Gujarat)છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને, રાજયમાં (Unseasonal rains ) વરસાદી મોસમ અને ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે (Meteorological Department)રાજયમાં હજું બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે આજે રાજયના અનેક ઠેકાણે વરસાદ નોંધાયો છે.

શિયાળાની (winter) સીઝનમાં હાડ થિજાવતી (cold)ઠંડીની સાથેસાથે વરસાદનો પણ માહોલ જોવા મળી રહ્યો. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની (Unseasonal rains )શરૂઆત થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની (Unseasonal rains )આગાહી કરવામાં આવી હતી, જેની અસર મંગળવારે બપોર બાદ જ શરૂ થઈ ગઈ હતી. અને અનેક જગ્યાએ ઝાપટાં વરસ્યાં હતા. ત્યારે ઉના અને ગીર-ગઢડા પંથકના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા છે.

આ પણ  વાંચો : IMDએ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિના સુધી દેશના અનેક વિસ્તારમાં વરસાદ પડવાની કરી આગાહી, ગુજરાતમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે

આ પણ  વાંચો : Ahmedabad : પોલીસ ગિરફ્તથી બચવા આરોપીએ ઝેર પીધુ, પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપો

Published On - 7:14 pm, Wed, 1 December 21

Next Video