Bhavnagar : ભાવનગર શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી, 1800 વિધાર્થીઓ પુસ્તકથી વંચિત
ભાવનગર શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી

Bhavnagar : ભાવનગર શિક્ષણ તંત્રની ઘોર બેદરકારી, 1800 વિધાર્થીઓ પુસ્તકથી વંચિત

| Edited By: | Updated on: Jun 15, 2021 | 3:48 PM

કોરોનાની મહામારીને કારણે શાળાઓમાં પરીક્ષાઓ રદ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ અપાઈ ગયા છે. આ સાથે જ નવા શૈક્ષણિક સત્રમાં (Academic Session) ઓનલાઇન અભ્યાસ પણ શરૂ થઈ ગયો છે.

Bhavnagar : કોરોનાની મહામારીને કારણે શાળાઓમાં પરીક્ષાઓ રદ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ અપાઈ ગયા છે. આ સાથે જ નવા શૈક્ષણિક સત્રમાં (Academic Session) ઓનલાઇન અભ્યાસ પણ શરૂ થઈ ગયો છે. પરંતુ ભાવનગર પ્રાથમિક શિક્ષણ સમિતિના (Bhavnagar Primary Education Committee) આચાર્યની ગંભીર બેદરકારી અને ટેકનિકલ પ્રોબ્લેમને કારણે 17 શાળાના 1800 જેટલા વિદ્યાર્થીઓ પુસ્તકોથી વંચિત રહી ગયા છે.

ગુજરાત સરકાર સરકારી શાળામાં આર્થિક રીતે પછાત વર્ગના બાળકોના શિક્ષણ માટે અબજો રૂપિયા ખર્ચ કરી રહી છે. વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાની બદલે ખાનગી શાળામાં અભ્યાસ કરવાનું પસંદ કરે છે. જેનું કારણ સરકારી શાળામાં અભ્યાસમાં બેદરકારી અને સંકલનના અભાવે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં સરકારી અને ખાનગી શાળામાં આગામી અભ્યાસને લઈને પુસ્તકો ખરીદીની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ અને આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે પુસ્તકોની માંગણી ઓનલાઈન કરવાની હોય છે. વર્ષ 2021ના નવા સત્રના પાઠ્યપુસ્તકોની ડિમાન્ડ પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરની વેબસાઈટ પર મૂકવાની હતી. પરંતુ ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્યો અને મુખ્ય શિક્ષકો ડિમાન્ડ મૂકવાનું ભૂલી ગયા અથવા તો તેમાં મૂકવામાં બેદરકારી દાખવી જેથી શાળાના પુસ્તકો મળ્યા નહિ, જોકે હવે ફરી વાર જ્યારે પોર્ટલ ઓપન થાય ત્યારે જ ડિમાન્ડ મૂકી શકાશે.

જોકે આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિલેશ રાવળને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, અમને પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા 22,000 પુસ્તકો મળી ગયા છે અને હવે માત્ર 1800 પુસ્તકો બાકી છે. પાઠ્ય પુસ્તક મંડળની સાઇટ પર ઓનલાઈન ડિમાન્ડ ટેક્નિકલ ક્ષતિના કારણેના મુકાતા આ પ્રશ્ન બનેલ છે અમે અમારી તમામ શાળાઓના આચાર્ય પાસેથી ઘટતા પુસ્તકોની યાદી મંગાવી ઓનલાઈન સબમિટ કરીને એક અઠવાડિયામાં બાકી રહેતા 1800 પુસ્તકો મળતા વિદ્યાર્થીઓના ઘરે પહોંચતા કરીશું.