Bhavnagar : મહુવા તાલુકા પંચાયતમાં દાખલા કઢાવવા ભીડ, સર્વરમાં ટેકનિકલ ખામીથી હાલાકી

|

Jul 27, 2021 | 8:12 PM

મહુવા તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવક અને જાતિના દાખલ લેવા પહોંચ્યા. અહીં રોજ 150થી 200 અરજદારો કામ અર્થે પહોંચે છે.

Bhavnagar : જિલ્લાના મહુવા તાલુકા પંચાયતમાં આવક અને જાતિના દાખલા મેળવવા માટે અરજદારોની ભીડ જામી. મહુવા તાલુકાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો આવક અને જાતિના દાખલ લેવા પહોંચ્યા. અહીં રોજ 150થી 200 અરજદારો કામ અર્થે પહોંચે છે. પરંતુ સર્વરની ટેકનિકલ ખામી અને વારંવાર લાઈટ જતી હોવાથી માંડ 50 લોકોનું જ કામ થાય છે. જ્યારે બાકીના અરજદારોને ધક્કા ખાવાનો વારો આવે છે. અહીં નોંધનીય છેકે કોરોના મહામારીને કારણે ઘણા લોકોના સરકારી કામ અટવાઇ પડયા હતા. ત્યારે હાલ મહામારી પર અંકુશ છે ત્યારે લોકો સરકારી કામ કરવા ઉમટી પડયા છે.

 

Next Video