Bhavnagar : વિધાર્થીઓ મેડિટેશનથી અભ્યાસમાં એકાગ્રતા કેળવે તે માટેનો પ્રયાસ, મેડીટેશનથી માર્કમાં વધારો વિષય પર શિબિર યોજાઇ

ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની અને અન્ય ધોરણની પરીક્ષાઓ તારીખ નજીક આવી રહી છે. જેમાં વિધાર્થીઓનો પરીક્ષા પ્રત્યેનો ડર દૂર થાય અને અભ્યાસમાં એકાગ્રતા કેળવાય તે માટે ભાવનગરમાં તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થા અને પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા ધ્યાનગુરુ રણધીર દ્વારા મેડીટેશનથી માર્કસ વધારો નામથી શિબિર યોજાઈ

Bhavnagar : વિધાર્થીઓ મેડિટેશનથી અભ્યાસમાં એકાગ્રતા કેળવે તે માટેનો પ્રયાસ, મેડીટેશનથી માર્કમાં વધારો વિષય પર શિબિર યોજાઇ
Bhavnagar Meditation Shibir
| Edited By: | Updated on: Feb 09, 2023 | 6:53 PM

ગુજરાતમાં ધોરણ 10 અને 12 બોર્ડની અને અન્ય ધોરણની પરીક્ષાઓ તારીખ નજીક આવી રહી છે. જેમાં વિધાર્થીઓનો પરીક્ષા પ્રત્યેનો ડર દૂર થાય અને અભ્યાસમાં એકાગ્રતા કેળવાય તે માટે ભાવનગરમાં તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થા અને પ્રેમયોગ ફાઉન્ડેશન દ્વારા ધ્યાનગુરુ રણધીર દ્વારા મેડીટેશનથી માર્કસ વધારો નામથી શિબિર યોજાઈ અને વિદ્યાર્થીઓને ધ્યાનથી થતા ફાયદાની સમજણ આપવામાં આવી હતી.

મેડિટેશનથી માર્કસ વધારો થવાનો દાવો

કોરોના કાળ પછી ખાસ કરીને લોકોમાં ભારે તણાવ, હતાશા અને અસલામતી નો અનુ=ભવ જોવા મળે છે. ત્યારે અભ્યાસ કરતા બાળકો અને ખાસ કરીને ધોરણ દસ અને બારમાં ધોરણ બોર્ડ માં અભ્યાસ કરતા બાળકોમાં જ્યારે બોર્ડ ની પરીક્ષાઓ નજીક આવી રહી છે ત્યારે ભારે ચિંતા અને એકાગ્રતાનો અભાવ જોવા મળે છે. જેને લઈને વાલીઓ પણ ચિંતા નો અનુભવ કરતા હોય છે. ત્યારે આ બધીજ પરિસ્થિતિ માંથી કઈ રીતે બહાર આવી શકાય તો ધ્યાન એક એવી વસ્તુ છે કે તે માણસ ને વિદ્યાર્થીને એકાગ્રત કરી શકે છે. આવોજ એક બોર્ડ માં અભ્યાસ કરતા બાળકો માટે ધ્યાન નો પ્રયોગ ભાવનગર ખાતે કરવામાં આવ્યો હતો

બોર્ડની પરીક્ષાઓ અને અન્ય અભ્યાસોમાં ભારે હરીફાઈ જોવા મળી રહી છે

આજના સમયમાં બોર્ડની પરીક્ષાઓ અને અન્ય અભ્યાસોમાં ભારે હરીફાઈ જોવા મળી રહી છે અને ભણતરનો ભાર એટલો બાળકો પર વધી રહ્યો છે કે જેને લઈને વિદ્યાર્થીઓ સતત ચિંતાના ભારનો અનુભવ કરી રહ્યા છે અને જેને લઈને હતાશા વિદ્યાર્થીઓમાં જોવા મળી રહી છે. અને જેને લઈને અનેક ઘટનાઓ સમગ્ર ગુજરાતમાં એવી પણ સામે આવી રહી છે કે ધોરણ 10 માં કે 12 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીએ પરિણામની ચિંતાથી કે પરિણામ આવ્યા બાદ આપઘાત કરી લીધો હોય તેવી અનેક ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે.

વિદ્યાર્થી જીવન ભારે ચિંતામાંથી પસાર થઈ રહ્યું છે.

જેનું કારણ અમુક અંશે વિદ્યાર્થીની લાયકાત કરતા વધારે તેના પર ભણતરનો ભાર મૂકવો, વિદ્યાર્થીને અલગ દિશામાં જવું હોય અને વાલીએ અલગ દિશામાં લઈ જવા પ્રેશર કરતા હોય આવા અનેક કારણોને લઈને વિદ્યાર્થી જીવન ભારે ચિંતામાંથી પસાર થઈ રહ્યું છે.

ભાવનગરના ખૂબ જ મોટા ધ્યાન ગુરુ અને જેમણે વર્ષો સુધી ધ્યાન ઉપર ખેડાણ કર્યું

ત્યારે આવનારા દિવસોમાં જ્યારે 10 માં ધોરણ અને 12 માં ધોરણને બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે વિદ્યાર્થી ચિંતામુક્ત બને, વિદ્યાર્થી મા સ્થિરતા આવે, વિદ્યાર્થી ની એકાગ્રતા વધે, યાદ શક્તિ માં સુધારો આવે, હતાશા અસર ન કરે અને ચિંતા મુક્ત થઈને એકદમ સહજતાથી પરીક્ષાઓની તૈયારી કરે અને પરીક્ષા આપી શકે તેના માટે ધ્યાન એ સૌથી મોટો ઉપાય હોવાનું ભાવનગરના ખૂબ જ મોટા ધ્યાન ગુરુ અને જેમણે વર્ષો સુધી ધ્યાન ઉપર ખેડાણ કર્યું છે એવા રણધીર ઝાલા નું કહેવું છે.

ભાવનગર ખાતે મેડીટેશનથી માર્કસમાં વધારોના ટાઇટલથી એક વિદ્યાર્થીઓને કઈ રીતે ધ્યાન કરી શકાય, ધ્યાન એટલે શું ? ધ્યાન કરવાના ફાયદા, કઈ રીતે એકાગ્રતા લાવી શકાય ? એવી ઘણી બધી બાબતો કે જે ધ્યાન કરવાથી વિદ્યાર્થીઓને આવનારી પરીક્ષામાં ખૂબ જ મોટો ફાયદો થાય તે માટે એક શિબિર યોજાઈ હતી. જેમાં ચારસો થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, અનેક વિદ્યાર્થીઓને ધ્યાન વિશે ના સવાલો હતા તેમનો જવાબ પણ ધ્યાન ગુરુ રણધીરે આપ્યા હતા.

ધ્યાનગુરુ રણધીર ના કહેવા પ્રમાણે જો વિદ્યાર્થી જ રોજે સવારે ઊઠતા ની સાથે 10 મિનિટ પથારીમાં ધ્યાન કરે તો તેનો ફાયદો પુરા દિવસ વિદ્યાર્થી ને જોવા મળશે અને રાત્રે સૂતી વખતે દિવસ દરમિયાન ઉભી થયેલી નકારાત્મકતા દૂર કરવા સુતા પહેલા દસ મિનિટ જો ધ્યાન કરશે તો તેને અભ્યાસના સ્ટ્રેસમાંથી મુક્તિ મળશે, મગજ સ્થિર થશે,

એકાગ્રતા આવશે, ઊંઘ સારી આવશે અને જેના સીધા ફાયદા તેમની પરીક્ષાઓની તૈયારીમાં ઉપયોગી થશે, માટે દરેક વિદ્યાર્થીએ 10 મિનિટ સવારે અને દસ મિનિટ રાત્રે સુતા પહેલા ધ્યાન કરવું જોઈએ એક મહિનો સુધી ધ્યાન કરી પ્રયોગ કરવામાં આવે તો ચોખ્ખો ફાયદો વિદ્યાર્થીને થશે તેવું તેમનું દાવા સાથે કહેવું છે.

આ સિવાય તમામ જે લોકો હતાશા કે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યા હોય તેના માટે ધ્યાન ખૂબ ઉપયોગી છે ધ્યાન કરવાના અનેક ફાયદાઓ છે અને જે રીતે યોગ આપણી પરંપારિક અને વર્ષો જૂની સાધના છે એ જ રીતે ધ્યાન હજારો વર્ષ જૂની ઋષિમુનિઓ દ્વારા કરવામાં આવતી ધ્યાન એક વ્યવસ્થા છે અને લોકોએ ધ્યાન કરવું જોઈએ તેવું ધ્યાન ગુરુ રણધીર નું કહેવું છે.

આ પણ વાંચો  : Gujarati Video : વડોદરામાં કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી ! શહેરના તળાવો પર જળકુંભીની ચાદર, જુઓ VIDEO

Follow Us