Bhavnagar: ડબલ ટ્રેકનું કામ ચાલતું હોવાથી ભાવનગર- ઓખા ટ્રેન આંશિક રીતે રહેશે રદ

|

Jul 24, 2022 | 10:33 PM

પશ્ચિમ રેલ્વેના રાજકોટ (Rajkot) ડિવિઝનના થાન સ્ટેશન ખાતે હાલમાં ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે, તેના પગલે ભાવનગર, (Bhavnagar) સોમનાથ, વેરાવળ અને અમદાવાદની કેટલીક ટ્રેન સેવાને આંશિક રીતે અસર પહોંચશે. ટ્રેન સેવાના સમયમાં ફેરફાર અંગે વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદે માહિતી આપી હતી કે ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 25.07.2022 ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર ચલાવવામાં આવશે.

Bhavnagar: ડબલ ટ્રેકનું કામ ચાલતું હોવાથી ભાવનગર- ઓખા ટ્રેન આંશિક રીતે રહેશે રદ
indian railway news

Follow us on

પશ્ચિમ રેલ્વેના રાજકોટ (Rajkot) ડિવિઝનના થાન સ્ટેશન ખાતે હાલમાં ડબલ ટ્રેકનું કામ ચાલી રહ્યું છે, તેના પગલે ભાવનગર, (Bhavnagar) સોમનાથ, વેરાવળ અને અમદાવાદની કેટલીક ટ્રેન સેવાને આંશિક રીતે અસર પહોંચશે. ટ્રેન સેવાના સમયમાં ફેરફાર અંગે વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદે માહિતી આપી હતી કે ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ 25.07.2022ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર ચલાવવામાં આવશે. આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખા – ભાવનગર એક્સપ્રેસ 26.07.2022ના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

ડબલ ટ્રેકના કામને કારણે આ ટ્રેનસેવા આંશિક રીતે રહેશે રદ

  1.  ઈન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ  19320 તારીખ  26.07.2022 ના રોજ રદ રહેશે.
  2. મુંબઈ સેન્ટ્રલ – પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ 19015 તારીખ 26.07.2022ના રોજ 20 મિનિટ જેટલી મો઼ડી દોડશે.
  3. ભાવનગર-ઓખા એક્સપ્રેસ 9209, તારીખ 25.07.2022 ના રોજ ભાવનગરથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. આમ, આ ટ્રેન સુરેન્દ્રનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. ટ્રેન નંબર 19210 ઓખા –
  4. ભાવનગર એક્સપ્રેસ તારીખ  26.07.2022 ના રોજ સુરેન્દ્રનગરથી ભાવનગર  સુધી ચલાવવામાં આવશે. આ ટ્રેન ઓખા-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  5. આ પણ વાંચો

  6. અમદાવાદ-સોમનાથ ઇન્ટરસિટી એક્સપ્રેસ 19119 , તારીખ 26.07.2022 ના રોજ અમદાવાદથી સુરેન્દ્રનગર સુધી ચલાવવામાં આવશે. એટલે આ ટ્રેન સુરેન્દ્રનગર-સોમનાથ વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
  7. ટ્રેન નંબર 19120 સોમનાથ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ  તારીખ 26.07.2022 ના રોજ સુરેન્દ્રનગરથી અમદાવાદ સુધી ચલાવવામાં આવશે. આથી આ ટ્રેન સોમનાથ-સુરેન્દ્રનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.

 

આ ફેરફારને પગલે રેલ્વે દ્વારા તંત્ર મુસાફરોને જણાવવામાં આવ્યું હતું કે રેલ્વેની મુસાફરી કરતા મુસાફરો આ ફેરફારને પગલે વધારે માહિતી માટે   www.enquiry.indianrail.gov.in ઉપર  જઈને વધુ વિગતો મેળવી શકશે. જેથી તેઓ સમયસર રેલ્કવે સુવિધાનો લાભ લઈ શકે.

Published On - 10:32 pm, Sun, 24 July 22

Next Article