રવિવારના રોજ લેવાયેલી વન રક્ષક (forest guard) ની પરીક્ષા માટેનું પેપર ફૂટી (paper leak) ગયું હોવાના મુદ્દે ASP સફીન હસને દાવો કર્યો છે કે, આ પેપર ફૂટવાની ઘટના નથી પરંતુ કોપી કેસનો મામલો છે. સફીન હસને દાવો કર્યો કે, અત્યાર સુધીમાં તપાસમાં ક્યાંય પણ એવું સામે નથી આવ્યું કે પેપર લીક થયું હોય. પોલીસે (Police) પાલિતાણા (Palitana) ના ટ્યૂશન સંચાલક (tuition administrators) ની ધરપકડ કરી હતી, જેણે આ પેપર યુવા કરિયર નામના પોતાના ગૃપમાં મુક્યું હતું. પોલીસની પુછપરછમાં તેણે કબુલ્યું હતું કે તેને આ પેપર પરીક્ષા (Exam) શરૂ થયાના એક કલાક બાદ મળ્યું હતું. તેના એક મિત્ર તરફથી આ પેપર મળ્યું હોવાનું અને તેણે પરીક્ષા આપી રહેલા એક મિત્ર માટે આ પેપર મોકલ્યું હતું. આ ઘટનાને પોલીસ માત્ર કોપી કેસ તરીકે જોઈ રહી છે પણ અહીં સવાલ એ છે કે ચાલુ પરીક્ષાએ પ્રશ્નપત્ર બહાર કઈ રીતે આવી ગયું?
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ભાવનગરમાંથી પેપર લીક થયું હોવાનો દાવો કર્યો હતો અને પુરાવા પણ રજૂ કર્યા હતા. તેમ છતા પોલીસ આ કેસને માત્ર કોપી કેસ તરીકે જ જોઇ રહી છે. આ સમગ્ર મુદ્દે અત્યાર સુધીમાં 2 આરોપીને ઝડપી લેવાયા છે. જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ છે. રવિવારે વન રક્ષકની પરીક્ષા બપોરે 12-00થી 2-00 વાગ્યા સુધી હતી. ત્યારે વન રક્ષકનું પેપર ભાવનગરના યુવા કરિયર (ન્યુ બેન્ચ) ગૃપમાં બપોરે 1-04 મિનિટે ફરતું થયું હતું. અકેડમી સંચાલક મહેશ નામના વ્યક્તિએ આ પેપર ગૃપમાં નાખ્યું હતું. ચાલુ પરીક્ષાએ પેપર કેમ બહાર આવ્યું તે સૌથી મોટો પ્રશ્ન છે. જોકે પોલીસ દ્વારા યુવા કરિયર અકેડમીના સંચાલક મહેશ ચુડાસમાની સઘન પૂછપરછ ચાલી રહી છે. પોલીસ દ્વારા 4 અલગ-અલગ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી રહી છે. તેવામાં હવે પોલીસે પેપર લીક થયુ હોવાની વાતને ફગાવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પેપર લીક થયાની વાતમાં કોઇ તથ્ય નથી. 3 લોકો સામે કોપી કેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તમામને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે એકેડમીના સંચાલક મહેશ ચુડાસમાએ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે. તેમને મિત્ર નિલેશ મકવાણાએ પ્રશ્નપત્રના ફોટો મોકલ્યાનું કબૂલ્યું છે. પરીક્ષામાં બેઠેલા મિત્ર હરદવ પરમારને જવાબ મોકલ્યા હતા. પોતાના અંગત ફાયદા માટે પ્રશ્નપત્રના ફોટો પાડી બહાર મોકલ્યા હતા.
આ પણ વાંચો-
આ પણ વાંચો-