Bhavnagar: ભાવનગરમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, 30 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ

Bhavnagar: ભાવનગરમાં સ્વાઇન ફ્લૂની એન્ટ્રી, 30 વર્ષના યુવાનનો રિપોર્ટ પોઝિટિવ

| Edited By: | Updated on: Aug 14, 2021 | 7:47 AM

ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના અહેવાલ સામે આવતા જ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે

Bhavnagar: કોરોનાથી હજુ તો માંડ કળ વળી છે ત્યાં નવી ઉપાધિ સામે આવી છે. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂ (Swine Flu) એ પગપેસારો કરી દીધો છે. ભાવનગરમાં સ્વાઇન ફ્લૂના અહેવાલ સામે આવતા જ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. કોરોનામાંથી માંડ માંડ રાહત મળી છે ત્યાં સ્વાઇન ફ્લૂના અહેવાલે શહેરભરમાં દહેશત ફેલાવી દીધી છે.

 

ભાવનગરના આનંદનગર વિસ્તારનો 30 વર્ષનો યુવક સ્વાઇન ફ્લૂની ઝપેટમાં આવી ગયો છે. સ્વાઇન ફ્લૂના લક્ષણો દેખાતા આ યુવાનના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા. જેનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો: Ahmedabad: AMCના 7 ઝોનમાં 10 કરોડના પ્લોટ પર દબાણ, વિપક્ષે યોગ્ય કાર્યવાહી કરવા કરી માગ

આ પણ વાંચો: શાળાઓ ખોલાવવા ધોરણ 12નો વિદ્યાર્થી પહોંચ્યો સુપ્રીમ કોર્ટ, અરજી દાખલ કરી જણાવ્યુ કઇ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે બાળકો