ઘોર બેદરકારી: વરસાદમાં ભાવનગર માર્કેટ યાર્ડમાં પાકની 25 હજાર ગૂણી પલળી ગઈ! સાવચેતીના અભાવે નુકસાન

|

Dec 01, 2021 | 11:40 AM

Bhavnagar: કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે. તો માર્કેટ યાર્ડમાં રાખેલી મગફળી અને ડુંગળીને નુકસાન થયું છે.

Gujarat Unseasonal Rain: ભાવનગરમાં (Bhavnagar) માવઠાના કારણે માર્કેટ યાર્ડમાં (Market Yard) ખુલ્લામાં રાખેલો મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો છે. અગાઉથી ન રખાયેલી સાવચેતી અને વ્યવસ્થાના અભાવે વેપારીઓ અને ખેડૂતોને નુક્સાન ગયું છે. આખી રાત ઝરમર વરસાદ વરસતાં માર્કેટ યાર્ડમાં રહેલો મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો છે. તો યાર્ડમાં મગફળી અંદાજે 25 હજાર ગૂણી ખુલ્લામાં રાખેલી હતી.

અગાઉ તાઉતે વાવાઝોડું, બાદમાં માવઠું અને હવે ફરી થયેલા માવઠાના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું માર્યાનો ઘાટ ઘડાયો છે. એકતરફ માર્કેટ યાર્ડમાં મગફળી અને ડુંગળીનો જથ્થો પલળી ગયો છે. તો બીજીતરફ શિહોરના વરલ તથા આજુબાજુના ગામોમાં માવઠાના કારણે શિયાળુ પાકને નુક્સાન પહોંચ્યું છે. ડુંગળી, ઘઉં, જુવાર, ચણા અને કપાસને નુક્સાન થવાની શક્યતા છે.

 

આ પણ વાંચો: ઓમિક્રોનની અસર: દક્ષિણ આફ્રિકા સહિતના દેશોમાંથી વડોદરા આવેલા 85 મુસાફરો ક્વૉરન્ટાઇન, જાણો વિગત

આ પણ વાંચો: માર્કેટ યાર્ડ પર માવઠાની અસર: જાણો રાજ્યના કયા કયા માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરાઈ

આ પણ વાંચો: ઓમિક્રોનનું સંકટ : આંતરાષ્ટ્રીય મુસાફરો માટે આજથી કડક નિયમો લાગુ, જાણો આ નવા નિયમો વિશે

Published On - 11:32 am, Wed, 1 December 21

Next Video