ભાવનગર : બૂધેલ ગામમાં વર્ચ્યુઅલ ખેડૂત સંવાદ કાર્યક્રમનું આયોજન, ખેડૂતોની આવક વધારવા માર્ગદર્શન અપાયું

|

Nov 04, 2021 | 11:45 AM

જલધારા નર્સરી અને કમલમ ફ્રૂટ ફાર્મ ખાતે યોજાયેલ આ વર્ચ્યુલ ખેડૂત સંવાદમાં કિસાન મોર્ચા ભાજપના આગેવાનો અને ખેડૂતોએ પણ ભાગ લીધો હતો, ખેડૂત સંવાદ સમગ્ર ગુજરાત લેવલે આજ રીતે રાજ્યના અનેક જિલ્લા અને તાલુકાઓમાં કિસાન મોર્ચા દ્વારા આયોજન થયેલ.

ખેડૂતોને અનોખી ખેતી શીખવાડી પ્રોત્સાહીત કરવા ભાવનગરમાં એક કાર્યક્રમ યોજાયો. ભાવનગર કિસાન મોર્ચા દ્વારા બૂધેલ નજીક એક ફાર્મ હાઉસમાં વર્ચ્યુઅલ ખેડૂત સંવાદ કાર્યક્રમનું આયોજન કર્યું. જેમા કમલમ ફ્રુટ એટલે કે ડ્રેગન ફ્રુટની આધુનિક ખેતીમાં વધારેમાં વધારે આવક કંઈ રીતે મેળવવી તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વર્ચ્યુલ ખેડૂત સંવાદમાં કિસાન મોર્ચા ભાજપના આગેવાનો અને ખેડૂતોએ ભાગ લીધો હતો. ખેડૂત સવાંદ કાર્યક્રમ રાજ્ય લેવલે અનેક જિલ્લા અને તાલુકાઓમાં કરવામાં આવ્યું. અને તેમાં ખેડૂતોની આવકમાં વધારો થાય તે માટે ખેતીના નિષ્ણાંતોએ અલગ અલગ પાકોને લઈ જાણકારી આપી.

ભાવનગર કિસાન મોર્ચા દ્વારા આજે વર્ચ્યુઅલ ખેડૂત સંવાદ કાર્યક્રમ ભાવનગરના બૂધેલ નજીક આવેલ એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મ પર યોજાયો, જેમાં સંવાદનો વિષય હતો ડ્રેગન ફ્રૂટ ( કમલમ ફ્રુટ)ની આધુનિક ખેતી કઇ રીતે કરી શકાય, કઈ રીતે ડ્રેગન ફ્રૂટ ની ખેતી કરીને વધારેમાં વધારે આવક કેવી રીતે મેળવી શકાય,

જલધારા નર્સરી અને કમલમ ફ્રૂટ ફાર્મ ખાતે યોજાયેલ આ વર્ચ્યુલ ખેડૂત સંવાદમાં કિસાન મોર્ચા ભાજપના આગેવાનો અને ખેડૂતોએ પણ ભાગ લીધો હતો, ખેડૂત સંવાદ સમગ્ર ગુજરાત લેવલે આજ રીતે રાજ્યના અનેક જિલ્લા અને તાલુકાઓમાં કિસાન મોર્ચા દ્વારા આયોજન થયેલ, આ વર્ચયુલ સંવાદ ભાજપ કાર્યાલય કમલમ ખાતેથી યોજાયેલ અને અન્ય જગ્યાઓ પરથી કિસાન મોર્ચાના આગેવાનો અને ખેડૂતોએ ભાગ લીધેલ, ભાજપ દ્વારા આ પ્રકારના ખેડૂત સંવાદ યોજી ખેડૂતોને આધુનિક ખેતી તરફ લઈ જવા પ્રગતિશીલ ખેડૂતો બનવવા, ખેડૂતની આવકમાં વધારો થાય તે માટે ખેતીના નિષ્ણાત લોકો પાસે અલગ અલગ પાકો અને ખેતીની બાબતોને લઈને જાણકારી અપાવવી.

Next Video