BHAVNAGAR : ગારીયાધારના ભંડારીયા ગામમાં પાંચ લોકોને બચાવાયા, જુઓ રેસ્કયુના લાઇવ દ્રશ્યો

|

Sep 30, 2021 | 2:31 PM

ભાવનગર જીલ્લાના ભંડારીયા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં એક જ પરીવારના પાંચ સભ્યો ફસાયા હતા. જેઓનું મહામહેનતે ગારીયાધાર પોલીસે સ્થાનિક તરવૈયાની મદદ લઇ રેસ્ક્યુ કર્યુ હતું.

ભાવનગરમાં વરસાદી આફતના દ્રશ્યો સામે આવી રહ્યાં છે. વરસાદી કહેરમાં અનેક લોકો ફસાયા હોવાના અહેવાલો સાંપડી રહ્યાં છે. ભાવનગર જીલ્લાના ભંડારીયા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં એક જ પરીવારના પાંચ સભ્યો ફસાયા હતા. જેઓનું મહામહેનતે ગારીયાધાર પોલીસે સ્થાનિક તરવૈયાની મદદ લઇ રેસ્ક્યુ કર્યુ હતું. આ વીડિયોમાં જોઇ શકાય છેકે ભારે વરસાદને કારણે કેવી પૂર અને જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.

ભાવનગરમાં સતત વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. તળાજાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. સરકારી હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતા દર્દીઓના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. ત્યારે આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 15 દર્દીઓને નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા. પાણીમાંથી સલામત રીતે બહાર કાઢવા માટે ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું હતું. આ ટ્રેક્ટરમાં બેસાડીને દર્દીઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા.

ભાવનગરમાં (Bhavnagar) સતત ભારે વરસાદ (Heavy Rain) જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં સતત વરસાદ ને લઇને અનેક ગામો પાણીના બેટમાં ફેરવાયા છે. જિલ્લાના ભાણગઢ, ઘાંઘળી રોડ ગામ તેમજ અન્ય ઘણા ગામો બેટમાં ફેરવાયા છે. તેમજ સંપર્ક વિહોણા બન્યા હોવાની માહિતી બહાર આવી છે. આ ગામોના રસ્તા અને ખેતરો તેમજ ગામોમાં પાણી ફરીવળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણીના ધસમસતા પ્રવાહ જોવા મળી રહ્યા છે.

Next Video