Bhavnagar: ડોક્ટરો પર થઈ રહેલા હુમલાથી કંટાળી, સર ટી હોસ્પિટલનાં ડોકટરો ઉતર્યા હડતાળ પર

|

May 08, 2021 | 9:01 AM

એક બાજુ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. કોરોના સંક્ર્મણ વધતા હોસ્પિટલ પણ ફૂલ થવા લાગી છે. હોસ્પિટલમાં બેડ ના મળવાને કારણે છાસવારે ડોકટરો પર હુમલાના બનાવો બનતા હોય છે. આ વચ્ચે ભાવનગરમાં (Bhavnagar) સર ટી હોસ્પિટલના હડતાલ પર ઉતર્યા છે.

Bhavnagar: એક બાજુ કોરોનાનું સંક્ર્મણ વધી રહ્યું છે. કોરોના સંક્ર્મણ વધતા હોસ્પિટલ પણ ફૂલ થવા લાગી છે. હોસ્પિટલમાં બેડ ના મળવાને કારણે છાસવારે ડોકટરો પર હુમલાના બનાવો બનતા હોય છે. આ વચ્ચે ભાવનગરમાં (Bhavnagar) સર ટી હોસ્પિટલના હડતાલ પર ઉતર્યા છે.

ભાવનગરની(Bhavnagar) સર ટી હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓના સગાઓ દ્વારા વારંવાર થતાં હુમલાઓને લઈ કોઈ નક્કર પરિણામ નહીં આવતા ડૉકટરો હડતાળ પર ઉતર્યા છે. તો બીજી તરફ ડોકટરોએ આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલમાં મુકવામાં આવેલ સિક્યુરિટી સ્ટાફની બેદરકારીને કારણે દર્દીઓના સગાઓ અંદર ઘુસી જતા હોય છે.

ડૉકટરો દ્વારા સર ટી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ સહિત અધિક કલેકટર સુધી ફરિયાદ પણ કરવામાં આવતા કોઈ નક્કર પરિણામ નહીં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે.સર-ટી હોસ્પિટલ દ્વારા નવી પોલિસી લાવવામાં આવેલ તે પોલિસી પાછી ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી હોસ્પિટલના ડૉકટરો હડતાળ પર રહેશે. સર ટી હોસ્પિટલના ડોકટરો હડતાલ પર ઉતરી જતા દર્દીઓની હાલત કફોડી બની છે.

Next Video