BHAVNAGAR : સતત વરસાદથી અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા, તળાજાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પાણી ભરાયા

|

Sep 30, 2021 | 2:18 PM

ભાવનગરમાં (Bhavnagar) સતત ભારે વરસાદ (Heavy Rain) જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં સતત વરસાદ ને લઇને અનેક ગામો પાણીના બેટમાં ફેરવાયા છે.

ભાવનગરમાં સતત વરસેલા વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. તળાજાની સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં પણ વરસાદી પાણી ફરી વળ્યા છે. સરકારી હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતા દર્દીઓના જીવ પણ અદ્ધર થઈ ગયા હતા. ત્યારે આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 15 દર્દીઓને નજીકના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખસેડાયા હતા. પાણીમાંથી સલામત રીતે બહાર કાઢવા માટે ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું હતું. આ ટ્રેક્ટરમાં બેસાડીને દર્દીઓને નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા.

ભાવનગરમાં (Bhavnagar) સતત ભારે વરસાદ (Heavy Rain) જોવા મળી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં સતત વરસાદ ને લઇને અનેક ગામો પાણીના બેટમાં ફેરવાયા છે. જિલ્લાના ભાણગઢ, ઘાંઘળી રોડ ગામ તેમજ અન્ય ઘણા ગામો બેટમાં ફેરવાયા છે. તેમજ સંપર્ક વિહોણા બન્યા હોવાની માહિતી બહાર આવી છે. આ ગામોના રસ્તા અને ખેતરો તેમજ ગામોમાં પાણી ફરીવળતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણીના ધસમસતા પ્રવાહ જોવા મળી રહ્યા છે.

ભાવનગરમાં ગઈકાલ રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મુશ્કેલીઓ ઉભી થઇ છે. ધોધમાર વરસાદના કારણે ચેક ડેમો અને મોટા ડેમો છલકાઈ ગયા છે. ભારે વરસાદની અસર નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણીનો ભરાવો થઇ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ગામડાઓમાં છેલ્લા 20 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. અને ગઈકાલથી વરસાદનું જોર વધતા ખેડૂતો ચિંતામાં છે. આ વરસાદના કારણે ડુંગરી અને કપાસ જેવા પાકો ફેઈલ જવાનો ભય વધી ગયો છે.

Next Video