Bhavnagar : ભાવનગર મેડિકલ કોલેજના ( Medical college) 95 વિદ્યાર્થીને ડીટેઈન કરવામાં આવ્યા છે. 20 ટકા કરતાં ઓછી હાજરી અને બોન્ડ જમાં નહિ કરાવતા વિદ્યાર્થીઓ ડીટેઈન કરાયા છે. ચાલુ વર્ષના 93 અને ગત વર્ષના 2 મળી 95 વિદ્યાર્થીને ડીટેઈન કરવામાં આવ્યા છે. આગામી 6 માસ સુધી આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે.
સરકારી મેડિકલ કોલેજના ડીન દ્વારા MBBSના પ્રથમ વર્ષની અંદર અભ્યાસ કરતા 200થી વધારે વિદ્યાર્થીઓ પૈકી જે લોકોની હાજરી અનિયમિત હોય અને જે લોકોએ બોન્ડ ન જમા કરાવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 93 વિદ્યાર્થીઓને ડીટેઇન કરવાનો હૂકમ કરવામાં આવ્યો છે. એક સાથે MBBSના આટલા વિદ્યાર્થીઓને પરીક્ષા આપતા અટકાવવામાં આવ્યા હોય તેવી ગુજરાતની આ પ્રથમ ઘટના છે.
આ પ્રકારના પગલા લેવા પાછળ વિદ્યાર્થીઓ નિયમિત રહે તેવો હોવાનું કોલેજ દ્વારા જણાવાયુ છે. ખાસ કરીને તબીબી અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ આ માટે જાગૃત બને અને નિયમિત આવતા થાય તે માટે આ કડક પગલા ભરવામાં આવ્યુ હોવાનું માનવામાં આવી રહ્યુ છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 12:15 pm, Sat, 7 October 23