ભાવનગર જિલ્લાના ડેમો બાદ શહેરનું બોરતળાવ પણ છલકાયું, જુઓ દ્રશ્યો અને જાણો વિગત

|

Sep 29, 2021 | 4:59 PM

ભાવનગરમાં (Bhavnagar) ગઈકાલથી વરસાદનું જોર વધ્યું છે. જણા કારણે જિલ્લાના ડેમો, તળાવો એક પછી એક છલકાઈ રહ્યા છે. ત્યારબાદ શહેરનું બોરતળાવ પણ છલકાયુ છે.

ભાવનગરમાં (Bhavnagar) ગઈકાલથી વરસાદનું (Rain) જોર વધ્યું છે. જેની અસર શહેરના બોરતળાવમાં (Bortalav) જોવા મળી રહી છે. એક તરફ ભાવનગર જિલ્લાના ડેમો, તળાવો એક પછી એક છલકાઈ રહ્યા છે. ત્યારે શહેરનું બોરતળાવ છલકાયાના અહેવાલ આવ્યા છે. શહેરમાં અને ઉપરવાસમાં ભારે વરસાદને લઇને બોરતળાવ ઓવરફલો થઇ ગયું છે. લગભગ એક વર્ષ બાદ આ બોરતળાવ આટલું ભરાયું છે. શહેરીજનોને એક વર્ષ બાદ આ દ્રશ્યો જોવા મળ્યા છે. જે રીતે આ વર્ષે વરસાદને મોડું થઇ રહ્યું હતું લાગતું હતું કે બોરતળાવ ખાલી જ રહેશે.

પરંતુ છેલ્લા 20 દિવસથી સતત વરસી રહેલા વરસાદ અને ગઈકાલથી શરુ થયેલા ધોધમાર વરસાદના કારણે બોરતળાવ પણ છલકાઈ ગયું છે. અધિકારીના જણાવ્યા અનુસાર 43 ફૂટે બોરતળાવની છલક સપાટી છે. અને આટલું પાણી ભરાતા તળાવ છલકાઈ ગયું છે. તમજ કોર્પોરેટરે જણાવ્યું કે કૃષ્ણકુમારસિંહજીની દેન આ બોરતળાવ સતત ત્રીજા વર્ષે છલકાયું છે. જેને કારણે ભાવનગરની જનતાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઇ ગયો છે.

 

આ પણ વાંચો: Bhavnagar: જિલ્લામાં ભારે વરસાદ બાદ કેટલાય ગામો બેટમાં ફેરવાયા, જાણો કેવી છે સ્થિતિ

આ પણ વાંચો: Surat : તાપીમાં 3 લાખ ક્યુસેક પાણી ન છોડાય ત્યાં સુધી સુરત માટે ચિંતાનો કોઈ વિષય નહીં : સુરત જિલ્લા કલેકટર

Next Video