ભાવનગર : દિવાળી નિમિતે બજારોમાં તેજીનો માહોલ, મોટી ઘરાકીથી વેપારીઓ ખુશખુશાલ

|

Oct 26, 2021 | 4:27 PM

વેપારીઓનું કહેવું છે કે આવનારા દિવસોમાં હજુ પણ વધારે ખરીદી નીકળશે. વેપારીઓએ લોકોને અપીલ કરી છે કે ઓનલાઈન ખરીદી બંધ કરીને નાના વેપારી પાસેથી ખરીદી કરે.

દિવાળી નિમિત્તે ભાવનગરના બજારોમાં તેજીનો માહોલ છે. બે વર્ષ ધંધામાં મંદી રહ્યા બાદ દિવાળીમાં ઘરાકી નીકળતા વેપારીઓ ખુશખુશાલ થઈ ગયા છે. આ દિવાળી વેપારીઓ માટે નવી આશા અને નવો ઉત્સાહ લઈને આવી છે. ભાવનગરના બજારોમાં શહેર અને ગામડાના લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા ઉમટી રહ્યા છે. ઘરવખરી, કપડાં, બૂટ-ચપ્પલ, હોઝિયરી, મીઠાઈ સહિતની દુકાનોમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. કોરોનાનો ડર લોકોમાંથી દૂર થતાં હવે બજારમાં જાણે હવે પ્રાણ પૂરાયા હોય તેમ લાગી રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે આવનારા દિવસોમાં હજુ પણ વધારે ખરીદી નીકળશે. વેપારીઓએ લોકોને અપીલ કરી છે કે ઓનલાઈન ખરીદી બંધ કરીને નાના વેપારી પાસેથી ખરીદી કરે. જેથી નાનો વેપારી પણ મહામારીમાં પોતાનું ઘર ચલાવી શકે.

નોંધનીય છેકે દશેરા બાદથી રાજયભરમાં મોટાશહેરોમાં ઘરાકીનો માહોલ જામ્યો છે. તેમાં પણ લોકો સોનું અને જવેલરીની મોટાપાયે ખરીદી કરી રહ્યાં છે. જેને કારણે હાલ બજારમાં કરોડો રૂપિયાની ખરીદદારી થઇ રી છે. જેને કારણે હાલ વેપારીઓ સહિત સ્થાનિકોમાં પણ ઉત્સાહનો માહોલ છવાયો છે. અને, દિવાળીની રોનક બજારમાં દેખાતા લોકોના જીવનમાં નવા પ્રાણનો સંચાર થયો છે. સાથે જ સામાન્ય વેપારીઓના ઘરની આર્થિક સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. ત્યારે આ વરસે દિવાળી સૌ-કોઇના જીવનમાં ખુશાલી લાવશે તેવું દેખાઇ રહ્યું છે.

આ પણ વાંચો : મુખ્યમંત્રી અને જર્મન એમ્બેસેડરની સૌજન્ય મુલાકાત, જર્મની-ગુજરાત વચ્ચે બિઝનેસ સંબંધો વિકસાવવા CMની નેમ

Next Video