Bhavnagar: શહેરો બાદ ગામડાઓમાં પણ કોરોનાનો કાળો કેર, સંક્રમણ વધતા જિલ્લા તંત્ર થયું સતર્ક
File Photo

Bhavnagar: શહેરો બાદ ગામડાઓમાં પણ કોરોનાનો કાળો કેર, સંક્રમણ વધતા જિલ્લા તંત્ર થયું સતર્ક

| Updated on: May 06, 2021 | 1:44 PM

ગ્રામ્ય પંથકમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે મારૂ ગામ, કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ ભાવનગર જિલ્લા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.

ભાવનગર શહેર બાદ હવે ભાવનગર ગ્રામ્યમાં કોરોનાનો કાળો કેર જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે ગ્રામ્ય પંથકમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, ત્યારે મારૂ ગામ, કોરોનામુક્ત ગામ અભિયાન હેઠળ ભાવનગર જિલ્લા વહીવટી તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.

જિલ્લાભરમાં હાલ 4 હજાર 500 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે. આ તમામ દર્દીઓને દિવસમાં એકવાર ફોન કરીને તેઓના હાલચાલ જાણવામાં આવી રહ્યા છે, તો જિલ્લાની 667 શાળાઓમાં હોમ આઇસોલેશન સેન્ટર તૈયાર કરાયા છે. સાથે જ જિલ્લામાં 8 હજાર 700 બેડ ઉપલબ્ધ હોવાનો દાવો જિલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે. સાથે જ RT-PCR ટેસ્ટિંગની 1 લાખ કિટ ઉપલબ્ધ હોવાનો પણ દાવો તંત્ર દ્વારા કરાઇ રહ્યો છે.