કંસારા શુદ્ધિકરણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને વિવાદ: 1500 મકાન ખાલી કરવાની નોટિસ મળતા વિરોધની આગ ભભૂકી

|

Oct 07, 2021 | 9:30 PM

ભાવનગર શહેરમાં કંસારા પ્રોજેકટના વિરોધમાં સ્થાનિકોમાં આગ ભભૂકી ઉઠી છે. માથેથી છત અને રહેવાની જગ્યા છીનવાઈ જવાના ડરમાં રસ્તા પર લોકો વિરોધ કરવા નીકળ્યા છે.

ભાવનગરમાં કંસારા શુદ્ધિકરણ ડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈ વિવાદ ઉભો થયો છે. પ્રોજેક્ટ પૂરો કરવા માટે કંસારાના કાંઠે રહેતા હજારો લોકોના મકાનો દૂર કરવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોર્પોરેશને 1500 મકાન માલિકોને નોટિસ આપીને મકાન ખાલી કરવા જણાવાયું છે. અને 1 હજાર લોકોને નોટિસ આપવાની હજુ બાકી છે. ત્યારે મકાનમાલિકોમાં કોર્પોરેશનના સત્તાધીશો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. મોટી સંખ્યામાં લોકોએ મોતી બાગથી કોર્પોરેશન સુધી રેલી યોજીને સત્તાધીસોના નિર્ણયનો વિરોધ કર્યો છે. લોકોની એકજ માગણી છે કે પહેલા ગરીબોના મકાનનો વિકલ્પ શોધીને અસરગ્રસ્તો સાથે મીટિંગ કરવામાં આવે.

ભાવનગર મહાનગપાલિકાનો કંસારા શુદ્ધિકરણ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટને લઇને બહૂ મોટો વિવાદ ઊભો થયો છે. શહેરના લોકોની પણ માંગ વર્ષોથી છે કે આ કંસારાનું ડેવલોપમેન્ટ થાય. ભાજપ છેલ્લી છ ચુંટણીઓમાં કંસારાના શુદ્ધિકરણ કરશે તેવા વાયદાઓ કરે છે. અને મનપાની સત્તા હાંસલ કરે છે. ત્યારે આ પ્રોજેક્ટ અંતર્ગત 1500 મકાન માલિકોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આ પ્રોજેક્ટમાં વૈકલ્પિક સુવિધાની જોગવાઈ નથી. આ પ્રોજેક્ટના કારણે પરિણામે સેંકડો રહેણાંકી મકાન ધરાવનારા ઘરબાર વગરના થશે. જેના કારણે વિરોધ ભભૂકી ઉઠ્યો છે.

 

આ પણ વાંચો: Rajkot: જ્ઞાન કે ડીગ્રી વગર ધમધોકાર ચલાવતો હતો ડુપ્લિકેટ લેબોરેટરી, SOG એ આ રીતે પકડ્યો આરોપીને

આ પણ વાંચો: ભાવનગરના મેથળા ગામના ખેડૂતોની મહેનત ગઇ પાણીમાં, 13 ગામના ખેડૂતોએ જાત મહેનતે બનાવેલા બંધારામાં ગાબડું પડયું

Published On - 7:33 pm, Thu, 7 October 21

Next Video