ગુજરાતના 4 જિલ્લામાં NIA નું ઓપરેશન, ISISના કનેક્શન અંગે ચોંકાવનારી વિગતો આવી સામે

ખોરાસાન મોડ્યુલના ભારત ખાતેના મુખ્ય હેન્ડલર ઝફરી જવાહર દામૂડી ઉર્ફે અલબદ્રી સાથે સોશિયલ મીડિયા (Social Media) થકી સંપર્કમાં આવેલા લોકોની ગતિવિધિ જાણવા NIAએ રાષ્ટ્રવ્યાપી ઓપરેશન હાથ ધર્યું હતુ.

ગુજરાતના 4 જિલ્લામાં NIA નું ઓપરેશન, ISISના કનેક્શન અંગે ચોંકાવનારી વિગતો આવી સામે
NIA Opreation
| Edited By: | Updated on: Aug 02, 2022 | 10:00 AM

ગુજરાતના (Gujarat) 4 જિલ્લા સહિત દેશના 6 રાજ્યોમાં છેલ્લા ત્રણ દિવસથી NIAના ઓપરેશન અંગે અનેક અટકળો ચાલી રહી હતી કે આ રાષ્ટ્રવ્યાપી ઓપરેશન (Search opreation) કેમ હાથ કરવામાં આવ્યું ? તેની પાછળ કયા કારણો છે ? તે તમામ સવાલોના જવાબો શોધવામા TV9ને સફળતા મળી.મળતી માહિતી મુજબ સમગ્ર ઓપરેશન ISISના ખોરાસાન મોડ્યુલને ખુલ્લુ પાડવા હાથ ધરવામાં આવ્યું હતું.ખોરાસાન મોડ્યુલના ભારત ખાતેના મુખ્ય હેન્ડલર ઝફરી જવાહર દામૂડી ઉર્ફે અલબદ્રી સાથે સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા લોકોની ગતિવિધિ જાણવા NIAએ રાષ્ટ્રવ્યાપી ઓપરેશન હાથ ધર્યું હતુ.

ISISના ખોરાસાન મોડ્યુલને ખુલ્લુ પાડવા હાથ ધરાયુ ઓપરેશન

NIAની સામે આવ્યું છે કે અલબદ્રી ભારતમાં ISISનું નેટવર્ક ફેલાવવા પ્રયત્નશીલ હતો.અલબદ્રીના સંપર્કમાં સુરતના (Surat) અબ્દુલ જલીલ મુલ્લા અને ભરૂચનો (Bharuch) અમીન પટેલ હતો.આ બંને ટેલિગ્રામ અને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી અલબદ્રીના સંપર્કમાં આવ્યાં હતા.સાથે સાથે એ પણ જાણવા મળ્યું છે કે અલબદ્રી ઉર્દુ અને અન્ય ભાષામાં અનુવાદના નામે ISIS સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.અત્યાર સુધી સોશિયલ મીડિયાથી (Social Media) અલબદ્રીના સંપર્કમાં આવેલા 300 લોકો શંકાના દાયરામાં આવ્યાં છે.300 લોકોમાં ગુજરાતના કેટલાક યુવકો પણ રડાર પર છે.ગુજરાતના 3 લોકો પાસે જેહાદી સાહિત્યનું અનુવાદ કરાવવામાં આવ્યું હોવાની શંકા છે.જેથી શંકાના દાયરામાં રહેલા લોકોના મોબાઇલ કોલ અને ઈન્ટરનેટ હિસ્ટ્રીની તપાસ ચાલી રહી છે.

ભાંગફોડની પ્રવૃત્તિ કરાવવાનું ષડ્યંત્ર  !

મહત્વનું છે કે અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની પીછેહઠ બાદ ISISનું ખોરાસન મોડ્યુલ વધુ ખતરનાક બન્યું છે અને અન્ય દેશોમાં ષડયંત્ર રચી રહ્યું છે, ત્યારે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI દ્વારા ભારતમાં પણ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ISISના ખોરાસન મોડ્યુલ થકી ભારતમાં ભાંગફોડની પ્રવૃત્તિ કરાવવાનું ષડ્યંત્ર ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે.

Published On - 10:00 am, Tue, 2 August 22