ભરૂચમાં ભારે વરસાદથી રોડ પર નદી જેમ વહી રહ્યા છે પાણી, જુઓ વિડીયો

|

Sep 29, 2021 | 12:17 PM

ભરૂચ શહેરના ફાતા તળાવ ફુરજા ચાર રસ્તા પર પાણી નદીની જેમ વહી રહ્યું છે. તેમજ રસ્તા પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે

ગુજરાતમાં(Gujarat) હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે ભરૂચ(Bharuch)શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં ભરૂચ શહેરના ફાતા તળાવ ફુરજા ચાર રસ્તા પર પાણી નદીની જેમ વહી રહ્યું છે. તેમજ રસ્તા પર વરસાદી પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો છે. તેમજ ભારે વરસાદના પગલે શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે.

ભરૂચ(Bharuch) જિલ્લામાં એક જ દિવસમાં મેઘરાજાએ(Rain) પૂરની(Flood) સ્થિતિનું નિર્માણ કર્યું છે. ભારે વરસાદના કારણે રસ્તા પર નદીઓ વહેતી થઈ ગઈ છે. ભરૂચમાં ભારે વરસાદના કારણે અંકલેશ્વર- સુરત સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળ્યા છે .

ભરૂચના ફુરજા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં તો ઈમારતોના અડધા માળ ડૂબી ગયા છે.રસ્તા પર ગળાડૂબ પાણી વહેતું જોવા મળી રહ્યું છે. જ્યાં નજર કરો ત્યાં બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.

જિલ્લામાં એક જ દિવસમાં સિઝનનો 12 ટકા વરસાદ ખાબક્યો છે. આ સાથે જ અહીં સિઝનનો કુલ 96 ટકા વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં સૌથી વધુ 5.5 ઈંચ વરસાદ હાંસોટમાં વરસ્યો છે. જ્યાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

તો બીજી તરફ અંકલેશ્વર, વાલિયા અને વાગરામાં 4-4 ઈંચ, ભરૂચમાં 3.5 ઈંચ, ઝઘડિયા અને નેત્રંગમાં 3-3 ઈંચ, જંબુસરમાં 2 ઈંચ અને આમોદમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત કડકિયા કોલેજ નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે. તેમજ પાણી ભરાતા વાહન વ્યવહારને પણ વ્યાપક અસર થઈ છે.

આ પણ  વાંચો : ગુજરાતના આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિભારે વરસાદ

આ પણ  વાંચો: Nansari ના ગણદેવીમાં દેવધા ડેમ પાસે યુવકને સ્ટંટ ભારે પડ્યો, જુઓ વિડીયો

Published On - 12:16 pm, Wed, 29 September 21

Next Video