Bharuch: આગ ઝરતી ગરમીમાં રહેશે 6 કલાકનો વીજકાપ, જાણો કેમ ?

|

May 12, 2023 | 9:13 PM

ધગધગતા બપોરમાં જ્યારે માણસનું જીવન નિર્વાહ મુશ્કેલ બન્યું છે. તેની વચ્ચે ભરૂચમાં પાવર કાપની જાહેરાત કરવામાં આવી છે. 6 કલાકનો પાવર કાપ રાખવામા આવ્યો છે. 6 જેટલા ફીડર પર 6 કલાક વીજકાપને લઈ લોકો ગરમીમાં રહેવા મજબૂર બનશે.

Bharuch: આગ ઝરતી ગરમીમાં રહેશે 6 કલાકનો વીજકાપ, જાણો કેમ ?

Follow us on

ભરૂચ જીલ્લામાં વીજકાપ રાખવાનો નિર્ણય કરાયો છે. જેમાં 44 ડીગ્રી ગરમી વચ્ચે વીજ કંપની પણ શહેરી જનોની પરીક્ષા લેશે. ત્યારે શનિવારે 6 ફીડર પર 6 કલાક વીજ કાપની જાહેરાત કરાતા લોકો ચિંતામાં મુકાયા છે. શુક્રવારે ગરમીનો પારો 44 ડીગ્રી હતો જોક ગુરુવાર 44.4 ડીગ્રી સાથે હોટેસ્ટ દિવસ તરીકે રહ્યો હતો. મહત્વનુ છે કે રવિવારથી શહેરીજનોને ગરમીમાં આંશિક રાહત મળશે એવું પણ સામે આવ્યું હતું.

આગ ઝરતી ગરમી વચ્ચે શનિવાર શહેરીજનો માટે અગ્નિપરીક્ષા

શનિવારે ભરૂચમાં 6 કલાકનો વિજકાપ છે જેમાં ભરૂચના 6 ફીડર પર આવતા 60 થી વધુ વિસ્તારોમાં શનિવારે સવારે 7 થી બપોરના 1 કલાક સુધી વિજ પુરવઠો બંધ રહેશે. ભરૂચ જિલ્લામાં આભમાંથી વરસતી આગ ઝરતી ગરમી વચ્ચે શનિવાર શહેરીજનો માટે અગ્નિપરીક્ષા રૂપ સાબિત થાય તો નવાઈ નહિ. કારણ કે હાલમાં જ્યારે પાવર હોય ત્યારે પણ પંખા નીચે લોકો રહી શકતા નથી તો પાવર કાપમાં કઇ રીતે લોકો સમય પસાર કરશે તેની ચિંતામાં લોકો મુકાયા છે.

ગુરૂવાર 44.4 ડીગ્રી સાથે ભરૂચ જિલ્લાનો સૌથી બળબળતો દિવસ ઉનાળાની આ સીઝનમાં પુરવાર થયો હતો. મહત્વનુ છે કે શુક્રવારે પણ ભરૂચનું મહત્તમ તાપમાન 44 ડીગ્રી રહ્યું હતું. આગ ઓકતી ગરમી વચ્ચે ભરૂચ શહેરમાં શનિવારે વીજ કંપની દ્વારા સવારે 7 થી બપોરે 1 કલાક સુધી શહેરના 6 ફીડર ઉપર પ્રિ મોન્સૂન કામગીરીને લઈ સમારકામ હાથ ધરવામાં આવનાર છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

શનિવારે અંગ દઝાડતી ગરમીમાં 6 કલાક સુધી 6 ફીડર સોનેરી મહેલ, નવચોકી, હોસ્ટેલ ગ્રાઉન્ડ, ફલશ્રુતિ ટાવર અને એસ.ટી. બસ ડેપો પર આવેલા 60 થી વધુ વિસ્તારોના રહેણાંક, ઓફીસ, ફ્લેટ, કોમર્શિયલ વપરાશકર્તાઓને વીજળી નહિ મળે. આ ગરમીમાં ભરુચ વાસીઓ હવે આ પાવર કાપની જાહેરાત સાંભળીને ચિંતામાં મુકાયા છે.

આ પણ વાંચો : FSLના રિપોર્ટ બાદ જવાબદારો વિરુદ્ધ કરાશે કાર્યવાહી, ACP એ કહી આ વાત, જુઓ Video

જોકે રવિવારથી ભરૂચ જિલ્લાવાસીઓને ગરમીમાં આંશિક રાહત મળી રહેશે તેવી વાત પણ સામે આવી છે. ભરૂચ મકતમપુર કૃષિ યુનિવર્સીટીને આગામી 5 દિવસના મળેલા હવામાનની આગાહી મુજબ રવિવારથી જિલ્લાનું મહત્તમ તાપમાન 40 થી 42 ડીગ્રી જેટલું રહેશે. જોકે આ સ્થિતિમાં એચએએલ કરતાં ઓછી ગરમી રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article