ડિમોલિશનના નામે 368 પરિવારોને રસ્તે રઝળતા કરી દેવાયાનાં આક્ષેપ સાથે અસરગ્રસ્તો ગરીબીની નનામી લઈ કલેકટર કચેરીએ પહોંચ્યા

|

Apr 08, 2022 | 4:48 PM

ડીમોલેશન વખતે બતાવવામાં આવેલાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ચોખ્ખું ટાકવામાં આવ્યુ છે કે સરકાર અને કલેકટરે અસરગ્રસ્ત થયેલાં લોકોની દરકાર રાખવી જ પડશે પણ અહી કોઈ સહાય કે વૈકલ્પિક વ્યવસ્થા સહિતના પગલાં ભરાયા નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

ડિમોલિશનના નામે 368 પરિવારોને રસ્તે રઝળતા કરી દેવાયાનાં આક્ષેપ સાથે અસરગ્રસ્તો ગરીબીની નનામી લઈ કલેકટર કચેરીએ પહોંચ્યા
અસરગ્રસ્તોએ ગરીબીની નનામી કાઢી

Follow us on

ભરૂચ(Bharuch) જિલ્લામાં નેત્રંગ ખાતે તાજેતરમાં પાચ જ કલાક ની અંદર 368 જેટલા પરિવારોની મિલ્કતો ઉપર તંત્રએ બુલડોઝર(Demolition in Netrang)ફેરવી દીધું હતું. કાળઝાળ ગરમીમાં પરિવારોને નિરાધાર બનાવી અચાનક રસ્તા ઉપર લાવી દેવતા રોષ ફેલાયો હતો. આદિવાસી પટ્ટી(Tribal Belt) ઉપરના ગામમાં થયેલી આકરી કાર્યવાહીના ઘેર પ્રત્યાઘાત પડયા હતા. ડીમોલેશન બાદ નિરાધાર થયેલાં લોકોએ રાજકીય અગ્રણીઓ અને સરકાર તરફ રહેમની ગુહાર લગાવી હતી. નેતાઓ મુલાકાતે તો દોડી ગયા પણ સ્થાનિકોને અપેક્ષા હતી તેવી કોઈ સરકારી જાહેરાત કે અન્ય મદદ મળી નહિ. આખરે સ્થાનિકોએ આજે આંદોલનનું શસ્ત્ર જાતે ઉઠાવ્યું હતું.

ડીમોલેશન વખતે બતાવવામાં આવેલાં સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ચોખ્ખું ટાકવામાં આવ્યુ છે કે સરકાર અને કલેકટરે અસરગ્રસ્ત થયેલાં લોકોની દરકાર રાખવી જ પડશે પણ અહી કોઈ સહાય કે વૈકલ્પિક વ્યવસ્થા સહિતના પગલાં ભરાયા નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આજે અસરગ્રસ્તો મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે ધસી ગયા હતા. રોષ સાથે પહોંચેલા અસરગ્રસ્તોએ કલેકટર કચેરીની બહારથી ગરીબીની નનામી કાઢી કલેકટર કેચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા.

ગરીબીની નનામી કાઢી સ્થાનિકોએ ડિમોલિશનની કામગીરીથી અસરગ્રસ્તોને પડેલી હાલાકી તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો. એક તરફ ક્રૂડના આસમાને આંબતા ભાવ વચ્ચે મોંઘવારીએ માઝા મૂકી છે તો બીજી તરફ દબાણ દૂર કરવાની કાર્યવાહીના નામે અનેક પરિવારોને રોડ ઉપર લાવી દેવતા રોષ ભભૂકી ઉઠ્યો છે. ડિમોલિશન બાદ ગામમાં સ્થાનિકોની પડખે ભાજપ અને બીટીપીના નેતાઓ પહોંચ્યા હતા. નેતાઓએ રજુઆત દ્વારા સમસ્યા ઉપર સુધી પહોંચાડવા હૈયાધારણા આપી હતી પણ નેતાઓના વચન માત્ર વાતો પૂરતા માર્યાદિત દેખાયા છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

૭ દાયકા જુના મારા ઘરને જમીનદોસ્ત કરી નખાયું : આશિષ પટેલ

૭ દાયકા જૂની મારુ મકાન હતું. મારા બાપ -દાદા નું મકાન હતું. ૩૦ માર્ચે લાઠીના જોરે સમાન સાથે બુલડોઝર ફેરવી દીધું છે. અમે વેરા અને બિલ ભરીએ છે છતાં અમને ઘરવિહોણા કરી નખાયા છે. ૮૦૦ થી વધુ ઘરવિહોણા બની ગયા છે.

ગરીબોની અજુઆત કોઈએ ન સાંભળી અને બુઝડોઝર ફેરવી દેલાયું :રાબિયાંબીબી મુલતાની

અમે ગરીબ છે એટલે અમારા ઉપર અત્યાચાર કરાયા છે. અમારા પાસે ગુજરાન ચલાવવા પૈસા નથી અને હવે કઈ રીતે ફરી બેઠા થઈશું. અમારી ઘરવખરી સાથે બુલડોઝર ફેરવી દેવાયા છે.

આ પણ વાંચો : મિલિટ્રી સિસ્ટમ અને હથિયારોની આયાત ઉપર બ્રેક લગાવતા ડિફેન્સ સેક્ટરના સ્ટોક ઉછળ્યા, જાણો વિગતવાર

આ પણ વાંચો : શ્રીલંકા બાદ પાકિસ્તાનમાં અર્થતંત્રના પાયા ડામાડોળ: ડોલર સામે પાક. રૂપિયો 189ની વિક્રમી સપાટીએ પહોંચ્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો- https://twitter.com/i/communities/15101570974255 

Published On - 1:31 pm, Fri, 8 April 22

Next Article