ભરૂચ અને સુરત જેલમાંથી ફરાર હિસ્ટ્રીશીટરને નવસારીથી શોધી કઢાયો, બે મર્ડર સહીત અનેક ગુનાઓનો માસ્ટમાઈન્ડ ફરી જેલમાં ધકેલાયો

|

Apr 13, 2023 | 10:18 AM

રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુત ભરૂચ સબ જેલ તથા લાજપોર મધ્યસ્થ જેલ સુરત આમ બન્ને જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી ફરાર હતો. આ શખ્શ નવસારી શહેરમાં ઓળખ છુપાવી દારૂનો વેપલો ચલાવતો હોવાની ભરૂચ પોલીસને માહિતી મળતા તેણે ઝડપી પાડી ઝગડીયા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

ભરૂચ અને સુરત જેલમાંથી ફરાર હિસ્ટ્રીશીટરને નવસારીથી શોધી કઢાયો, બે મર્ડર સહીત અનેક ગુનાઓનો માસ્ટમાઈન્ડ ફરી જેલમાં ધકેલાયો

Follow us on

ભરૂચ અને સુરત જિલ્લામાં હત્યા , મારામારી અને દારૂના વેપલાના અનેક ગુનાઓનો હિસ્ટ્રીશીટર બે-બે વાર જેલમાંથી પેરોલ લઈ ફરાર થી જતા ભરૂચ પેરોલ ફર્લો સ્કોડે તેને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો છે. ઓળખ અને હકીકત છુપાવી દારૂના વેપલામાં સંડોવાયેલા હિસ્ટ્રી શીટર ગુનેગાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારી જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. આ શખ્શ બે-બે વાર જેલમાંથી પેરોલ મેળવી ફરાર થી ગયો હતો અને ગેંગ સાથે મળી ગુનાઓને અંજામ આપ્યો હતો. પોલીસને પડકાર ફેંકનાર આ ગુનેગારને આખરે તેની અસલ મંઝિલે પહોંચાડી દેવાયો છે.

ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઝુંબેશ હાથ ધરાઈ

પોલીસ મહાનિરિક્ષક સંદીપ સિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા પેરોલ-ફર્લો જમ્પ કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ઝુંબેશ હાથ ધરાવી છે. કાયદો અને વ્યવસ્થાનેમજાક બનાવી જેલની સજાનો હુકમ હોવા છતાં ફરાર થઇ ગયેલા આ ગુનેગારોને પકડી પાડી જેલના સળિયા ગણતા કરવા અધિકારીઓએ વિશેષ સૂચના આપી છે. આ ફરાર આરોપીઓને પકડવા PSI વી.એ.રાણા તથા પેરોલ ફર્લો સ્કોર્ડ ભરૂચની ટીમે પેરોલ, ફર્લો તથા વચગાળાના જામીન મેળવી ફરાર થઇ ગયેલા આરોપીઓની માહિતી એકત્રિત કરી આરોપી શોધી કાઢવા એક્શન પ્લાન તૈયાર કર્યો છે.

આરોપીએ હત્યા કરી મૃતકને દીવાલમાં ચણી નાખ્યો હતો

લાંબા સમયથી ફરાર રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુતને ભરૂચ પોલીસે નવસારીથી ઝડપી પાડ્યો છે. આ આરોપી એક હિસ્ટ્રીશીટર ગુનેગાર છે જેણેપોતાની ગેંગ સાથે મળી હત્યાના બે ગુણ ઉપરાંત મારામારી અને પ્રોહીબીશનના અનેક ગુનાઓને અંજામ આપ્યો છે. આરોપી પાંચેક વર્ષ પહેલા ઝગડીયાની MTZ કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ હતો. અહીં તેણે પોતાની ગેંગ સાથે મળી હત્યા કરી મૃતકની લાશ નાળામાં ફેંકી દીધી હતી. ગુનામાં ભરૂચ સબ જેલ ખાતે મોકલવામાં આવેલ જેને તા.૧૦/૦૮/૨૦૧૮ થી ૨૪/૦૮/૨૦૧૮ સુધી દિન – ૧૪ માટે વચગાળાના જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુત વચગાળાના જામીન પરથી ફરાર થઈ ગયેલ જે દરમ્યાન તેણે હત્યાના વધુ એક ગુનાને અંજામ આપ્યો હતો. હત્યા એ હળી ઘાતિકી રીતે કરવામાં આવી હતી કે મૃતકને અંન્ડર કન્સ્ટ્રક્શન બિલ્ડિંગમાં ચણી દીધો હતો.આ ગુનામાં પકડાયા બાદ તેણે સુરત લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. અહીં પણ તા.૨૧/૧૨/૨૦૨૨ થી ૨૮/૧૨/૨૨ સુધી દિન – ૦૭ ના વચગાળાના જામીન મેળવી ત્યાંથી પણ તે ફરાર થઈ ગયો હતો.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

ભરૂચ પેરોલ ફર્લો સ્કોડને મળી સફળતા

રાજીવ ઉર્ફે રાજુ બિહારી ઉર્ફે રાજેશ સુરંજનસિંગ રાજપુત ભરૂચ સબ જેલ તથા લાજપોર મધ્યસ્થ જેલ સુરત આમ બન્ને જેલ ખાતેથી વચગાળાના જામીન પરથી ફરાર હતો. આ શખ્શ નવસારી શહેરમાં ઓળખ છુપાવી દારૂનો વેપલો ચલાવતો હોવાની ભરૂચ પોલીસને માહિતી મળતા તેણે ઝડપી પાડી ઝગડીયા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે.

ફરાર આરોપીને જેલના સળિયા પાછળ ધકેલવામાં ભરૂચ પેરોલ ફર્લો સ્કોડના PSI. વી.એ.રાણા સાથે અ.હે.કો. જયેન્દ્રસિંહ મહોબતસિંહ , અ.હે.કો. મગનભાઇ દોલાભાઈ , અ.હે.કો નિલેશભાઈ નારસિંગભાઈ , પો.કો. અનિલભાઈ દિતાભાઈ ,પો.કો શિાંગસિંહ પ્રતાપસિંહ તથા ડ્રા.પો.કો. રાકેશભાઈ રામજીભાઈએ જહેમત ઉઠાવી હતી.

Published On - 10:16 am, Thu, 13 April 23

Next Article