Gujarati Video : 140 વર્ષથી અડીખમ ગુજરાતના Golden Bridge ને આખરે નિવૃત્ત જાહેર કરાયો, જાણો કેમ લેવાયો નિર્ણય?

|

Jul 14, 2023 | 3:28 PM

એક જૂની અને જાણીતી કહેવત છે... "OLD IS GOLD"  આ કહેવત ત્યાં સુધી યથાર્થ નહીં જણાય જ્યાં સુધી ગુજરાતમાં ભરૂચ નજીક નર્મદા નદી ઉપર આકાર પામેલા ગોલ્ડન બ્રિજનો ઉલ્લેખ ન થાય જેણે લગભગ 140 વર્ષના સમયના સફર દરમિયાન પ્રકૃતિના વિનાશક વારનો સામનો કર્યો છે.

Gujarati Video : 140 વર્ષથી અડીખમ ગુજરાતના Golden Bridge ને આખરે નિવૃત્ત જાહેર કરાયો, જાણો કેમ લેવાયો નિર્ણય?

Follow us on

એક જૂની અને જાણીતી કહેવત છે… “OLD IS GOLD”  આ કહેવત ત્યાં સુધી યથાર્થ નહીં જણાય જ્યાં સુધી ગુજરાતમાં ભરૂચ નજીક નર્મદા નદી ઉપર આકાર પામેલા ગોલ્ડન બ્રિજ(Golden Bridge)નો ઉલ્લેખ ન થાય જેણે લગભગ 140 વર્ષના સમયના સફર દરમિયાન પ્રકૃતિના વિનાશક વારનો સામનો કર્યો છે. આ પૂલ  ચોક્કસપણે જોવાલાયક છે કારણકે તે દેશના સમૃદ્ધ ઇતિહાસ જ નહીં પૌરાણિક અને સ્થાપત્ય અજાયબીઓનો ખજાનો પણ છે. આ બ્રિજને નિવૃત્ત કરવામાં આવી રહ્યો છે. એક તરફ ભવ્ય ઇતિહાસનો અંત આણયો છે તો સાથે આ બ્રિજને ઐતિહાસિક વિરાસત જાહેર કરવાની પણ માંગ ઉઠી છે.

ગોલ્ડન બ્રિજનો ઇતિહાસ

બ્રિટિશરોને મુંબઈમાં વેપાર અને વહીવટી અધિકારીઓ માટે સરળ અવર – જ્વર માટે માટે નર્મદા નદી પર પુલની જરૂર હતી. વર્ષ  1881માં ગોલ્ડન બ્રિજ અથવા નર્મદા બ્રિજનું નિર્માણ કરાયું હતું.
આ પુલ અંકલેશ્વરને ભરૂચથી જોડે છે. નર્મદા નદીના ભારે પાણીના પ્રવાહને કારણે તેને સતત નુકસાન થવાના કારણે સાત વખતથી વધુ સમય સુધી તેને બનાવવા માટે કરવામાં આવેલા ભારે ખર્ચને કારણે ગોલ્ડન બ્રિજનું(Golden Bridge) નામ પડ્યું હતું.

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

શું જાહેરનામું બહાર પડાયું ?

કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ ભરૂચના પત્ર અનુસાર ભરૂચ ખાતે નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજ વર્ષ 1881માં બનેલ હતો. આ બ્રીજ ચાલુ થયાને હાલ 141 વર્ષ થયેલ છે. આ બ્રીજમાં કુલ 28 સ્પાન આવેલ છે જે દરેકની લંબાઈ 52 મીટર છે તેમજ આ બ્રિજની સમય મર્યાદા પૂર્ણ થઈ ગયેલ છે. વર્ષ 2015-16માં ગોલ્ડન બ્રિજને સમાંતર નવા ચાર માર્ગીય ” નર્મદામૈયા બ્રિજ” ની કામગીરી માટે મંજુરી પ્રદાન થતા આ બ્રિજનો તા. ૧૨/૦૭/૨૦૨૧થી ઉપયોગમાં લેવામાં આવે છે. જેથી ગોલ્ડન બ્રિજ ઉપરથી છુટા છવાયા વાહનો પસાર થાય છે.

ગોલ્ડન બ્રિજમાં કોઈપણ સમયે ક્ષતિ અજાણે થઈ શકે તેવી શક્યતા રહેલ હોઈ અવાર નવાર નિરીક્ષણ કરવાનું રેહતુ હોઈ નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યકિતને પ્રવેશવા પર તાત્કાલીક ધોરણે પ્રતિબંધ લાદવા દરખાસ્ત  કરવામાં આવી હતી. નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય બ્રિજના બન્ને છેડાઓ તરફથી અન્ય કોઈપણ વ્યક્તિને પ્રવેશ કરવા અને  વાહનોની અવર જવર ઉપર તાત્કાલીક ધોરણે પ્રતિબંધ લાદવા અભિપ્રાય આપવામાં આવ્યો હતો.

તુષાર.ડી.સુમેરા, જીલ્લા મેજીસ્ટ્રેટ, ભરૂચ દ્વારા  ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂ એ તા. ૧૨/૦૭/૨૦૨૩ થી ગોલ્ડન બ્રિજ ઉપર અન્ય હુકમ કરવામાં ન આવે ત્યાં સુધી નિરીક્ષણ કરનાર ઈજનેર સિવાય અન્ય કોઈપણ વ્યકિત કે વાહનને ગોલ્ડન બ્રિજના બન્ને છેડા તરફથી પ્રવેશ કરવા અને અવર– જવર બંધ કરવા હુકમ કરવામાં આવ્યો છે.

 

Published On - 3:24 pm, Fri, 14 July 23

Next Article