Gujarat Election 2022 : અંકલેશ્વરમાં કોંગી ઉમેદવારને ભાજપા નેતાએ માર મારવાની ધમકી આપી, મામલો પોલીસ ચોપડે ચઢ્યો

|

Dec 07, 2022 | 11:20 AM

અંકલેશ્વર બેઠક ઉપર બે સાગા ભાઈઓ ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી ચાર ટર્મના ધારાસભ્ય અને માજીમંત્રી ઈશ્વર પટેલ ભાજપ તરફે પછી ટર્મમાં માટે ઝમ્પલાવ્યું છે તો બીજી તરફ તેમની સામે એકજ છત નીચે રહેતા સગા ભાઈ વિજયસિંહ પટેલે કોંગ્રેસ તરફે ઉમેદવારી કરી છે. આ બેઠક ઉપર બંને ભાઈઓ માટે અસ્તિત્વનો જંગ છે.

મત ગણતરીના એક દિવસ અગાઉ અંકલેશ્વરના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. મંગળવારે રાતે અંકલેશ્વર બેઠકના કોંગી ઉમેદવાર વિજયસિંહ પટેલ અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષકની કચેરીએ પહોંચ્યા હતા. અહીં અડિંગો જમાવી કોંગી કાર્યકરોએ અંકલેશ્વર ભાજપાના અગ્રણી અને અંકલેશ્વર નગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સંદીપ પટેલ વિરુદ્ધ ગુનો નોંધવા સાથે દાખલારૂપ કાર્યવાહીની માંગ કરી હતી. સંદીપ પટેલે કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલને બે વાર ફોન કરી માર મારવાની ધમકીઓ આપી હોવાના આક્ષેપ સાથે કોંગી કાર્યકરોનું ટોળું પોલીસ અધિકારીઓ સમક્ષ ધસી ગયું હતું. મામલો ઉગ્ર બનતો નજરે પડતા પોલીસે પણ તાબડતોબ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મામલાની ફરિયાદ નોંધી સબ ઇન્સ્પેકટર કક્ષાના અધિકારીને મામલાની તપાસ સોંપી દીધી છે.

અંકલેશ્વર બેઠક ઉપર બે સાગા ભાઈઓ ચૂંટણી લડી રહ્યા છે. છેલ્લી ચાર ટર્મના ધારાસભ્ય અને માજીમંત્રી ઈશ્વર પટેલ ભાજપ તરફે પછી ટર્મમાં માટે ઝમ્પલાવ્યું છે તો બીજી તરફ તેમની સામે એકજ છત નીચે રહેતા સગા ભાઈ વિજયસિંહ પટેલે કોંગ્રેસ તરફે ઉમેદવારી કરી છે. આ બેઠક ઉપર બંને ભાઈઓ માટે અસ્તિત્વનો જંગ છે. મત ગણતરીના એક દિવસ અગાઉ અચાનક અહીંના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવી ગયો છે. વિજયસિંહ પટેલ એક પેનડ્રાઇવમાં બે ઓડિયો કલીપ લઈ પોલિસસમક્ષ પહોંચ્યા હતા. વિજયસિંહે આક્ષેપ કર્યા કે સંદીપ પટેલે કોંગ્રેસના ઉમેદવાર વિજયસિંહ પટેલને બે વાર ફોન કરી માર મારવાની ધમકીઓ આપી છે. આ મામલે મોડી રાતે ગુનો દાખલ થયો છે.

Published On - 11:20 am, Wed, 7 December 22

Next Video