ભરૂચ જીલ્લામાં વ્યાજખોરો સામે પોલીસની કડક કાર્યવાહીની ઝુંબેશમાં એકપછી એક વ્યાજખોરોના જામીન નામંજૂર થઇ રહ્યા છે અને કોર્ટે આરોપીઓને જેલ હવાલે કરી રહી છે. વ્યાજખોરીના વેપલામાં આમ આદમી પાર્ટીના અગ્રણી મનહર પરમાર સામે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ધર્મિષ્ઠાબેન જીતેન્દ્રભાઈ પ્રજાપતિએ નોંધાવેલી ફરિયાદ સંદર્ભે મનહર પરમારની ધરપકડ બાદ તેમણે કોર્ટમાં જમીન માટે અરજી કરી હતી જે ભરૂચના પ્રિન્સીપલ એન્ડ સેશન્સ જડજ હમર્મદ સાહેબે ફગાવી દીધી હતી. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ પી બી પંડ્યાએ રજૂઆતો કરી આ કેસમાં જમીન ના મંજુર કરી દાખલારૂપ આદેશની માંગ કરી હતી જે કોર્ટે સ્વીકારી હતી.
મનહર પરમાર સામે નોંધાયેલી ફરિયાદ અનુસાર રૂપિયા 10 લાખ ની ૨કમ આરોપી મનહર પરમારે માસિક 10 ટકા ના વ્યાજે એટલે કે 120% ના વાર્ષિક દરે નાણાધીરી મોટી તગડી ૨ક્રમ અને વ્યાજનું પણ વ્યાજ વસુલ કરી ફરીયાદીની માલિકીનું એક મકાન જે શ્રી રેસીડેન્સી ભરૂચ મુકામે આવેલ હતું તે ગેરકાયદેસર રીતે પડાવી લીધેલું હતું અને તેનો ગેરકપદેસર ક્બજો કરી લીધો હતો. ફરીયાદીએ આ તમામ રકમ બેંક મારફતે આરોપી મનહર પરમારના દિકરા જે આ ગુનામાં આરોપી છે તે કેતન પરમારના ખાતામાં જમા કર્યા હોવા છતાં ફરીયાદીની મિલકત લઈ લીધી હતી જેથી આરોપીઓ સામે ગુજરાત મની લોન્ડરીંગ એકટનીજોગવાઈ વિરૂધ્ધ અને કલમ-૫ મુજબ વ્યાજ વટાવનું લાયસન્સ ધરાવ્યા વગર નાણાં ધીરધારનો ધંધો કરવા બદલ તેમજ તે સિવાય અન્ય ક્લમો જેવી કે કલમ-૧૯, ૨૧ તેમજ ૪૨ ની જોગવાઈનો ભંગ કરી ઉંચા દરે વ્યાજ વસુલ કરવાના તેમજ આઈપીસીની ક્લમ-૩૮૪, ૩૮૬ એક્સટોરશન, ધાક ધમકી આપી સ્થાવર-જંગમ મિલકતો પડાવી લેવાના તેમજ ઈ.પી.કોડની કલમ-૪૪૭, ૫૦૪, ૫૦૬(૨) મુજ ધાધમકી આપી ટ્રેસપાસ કરવાના ગુનામાં ધરપકડ કરી હતી.
આરોપી મનહર પરમાર ગઈ ટર્મમાં ભરૂચમાંથી આમ આદમી પાર્ટી તરફથી વિધાનસભા ચૂંટણી લડયા હતા.ભરૂચ જીલ્લા એસ.પી. ડો. લીનાબેન પાટીલ તેમજ તેમની ટીમ અને અધિકારોએ વ્યાજખોરી સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. આરોપી મનહર પરમારની ધરપકડ થતાં તેઓએ ભરૂચ જીલ્લા સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હતી. જેમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ તરીકે પી.બી. પંડયા હાજર થઈ સરકાર અસરકાર રજુઆત કરી દલીલો કરતાં આરોપીની જામીન અરજી ભરૂચના પ્રિન્સીપલ એન્ડ સેશન્સ જડજ હમર્મદ સાહેબે નામંજૂર કરી દીધેલી હતી. કેસમાં આરોપી મનહર પરમારનો દીકરો આ ગુનમાં આરોપી છે જે ફરા૨ છે અને તેની સામેની એફઆઈઆર રદ કરવા માટે હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે.
Published On - 7:18 am, Wed, 15 February 23