અંક્લેશ્વરની 9 વર્ષની ગુમ થઈ ગયેલી બાળકીનાં કેસમાં CBIની એન્ટ્રી, વાંચો TV9 Exclusive ની પાસે રહેલી વિગતો

|

Jun 20, 2022 | 11:28 AM

CBI ની એક ટીમે અંકલેશ્વરથી તપાસ શરૂ કરી છે. નાની બાળકીના ગુમ થવા બાબતે હાઇકોર્ટમાં Habeas Corpus Petition કરવામાં આવી હતી જે અંગે ભરૂચ પોલીસની પૂરતી મહેનત છતાં પરિણામ ન મળતા CBI ને તપાસ સોંપવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો.

અંક્લેશ્વરની 9 વર્ષની ગુમ થઈ ગયેલી બાળકીનાં કેસમાં CBIની એન્ટ્રી, વાંચો TV9 Exclusive ની પાસે રહેલી વિગતો
The CBI has started an investigation

Follow us on

અંકલેશ્વર(Ankleshwar)માં ઘરના આંગણામાં રમતી 9 વર્ષની બાળકી રહસ્યમય સંજોગોમાં લાપતા બન્યા બાદ ભરૂચ(Bharuch) જિલ્લા પોલીસે(Bharuch Police) બાળકીને શોધી કાઢવા આકાશ – પાતાળ એક કરવા છતાં પત્તો ન મળતા હાઇકોર્ટના આદેશ સાથે CBI એ આગળની તપાસ સંભાળી  છે. CBI ની એક ટીમે અંકલેશ્વરથી તપાસ શરૂ કરી છે. નાની બાળકીના ગુમ થવા બાબતે હાઇકોર્ટમાં Habeas Corpus Petition કરવામાં આવી હતી જે અંગે ભરૂચ પોલીસની પૂરતી મહેનત છતાં પરિણામ ન મળતા CBI ને તપાસ સોંપવા ગુજરાત હાઇકોર્ટે આદેશ કર્યો હતો. આ મામલાની તપાસ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસના PI R N કરમટીયા કરી રહી હતી.

અંકલેશ્વરના સારંગપુર ગામના મિરાનગર સ્થિત સિલ્વર સિટીમાં 9 વર્ષીય બાળકીનું અપહરણ થયુ હોવાની પોલીસ ફરિયાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનમા નોંધવામાં આવી હતી. મૂળ ઉત્તર પ્રદેશના અને ઘણા સમયથી અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં રહેતી રૈતૂન આરિફ અન્સારીએ ગત તારીખ 30મી જાન્યુઆરીના રોજ 9 વર્ષીય પુત્રી રૂખ્સાર આરિફ અન્સારીના લાપતા બનવાની પોલીસને જાણ કરી હતી. બાળકી ઘરના આંગણામાં રમવા માટે ગઈ હતી જે બાદમાં લાપતા બની હતી. સગીરના લાપતા બનવાના મામલાને અપહરણ તરીકે ગંભીરતાથી લેવાના આદેશોના પગલે પોલીસે ફરિયાદ નોંધી મામલાની તપાસ શરૂ કરી છે.

આઇપીએસ અધિકારી ડો. લીના પાટીલે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે ચાર્જ સાંભળ્યા બાદ આ મામલે પોતાના દેખરેખ હેઠળ તપાસ આગળ ધપાવી હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાળકીની ભાળ મેળવવા ઘણી મહેનત કરી હતી. મુંબઈ અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં પોલીસે વેશ બદલીને પણ તપાસ કરી હતી. એક શંકા એ પણ વ્યક્ત કરાઈ હતી કે આ મામલાઓમાં બાળકોનો ઉપયોગ human trafficking જેવા મામલાઓ માટે પણ થઇ શકે છે. ચાર્જ લીધા બાદ ભરૂચ એસપીએ જાતે બાળકીના ઘરે જઈ પરિવાર અને પાડોશીઓ સાથે વાતચીત કરી ઘટના સંબંધિત કડી મેળવવા પ્રયાસ કર્યા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

હાઇકોર્ટના આદેશ બાદ CBI એ તપાસના શ્રીગણેશ કર્યા છે. મામલે CBI તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી જોકે અંકલેશ્વરમાં પોલીસ ઇન્સ્પેકટર રેન્કના અધિકારીની રાહબરી હેઠળ એક ટીમે તપાસ શરૂ કરી છે. આ તપાસમાં પ્રાથમિક માહિતી ઉપરાંત કોઈ વિશેષ મદદ લેવામાં આવી ન હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે.

 

Next Article