રૂપિયા 1245 કરોડના બેન્ક ફ્રોડના કેસમાં સીબીઆઈએ ભરૂચ સહિત 13 સ્થળે દરોડા પાડ્યા

| Edited By: | Updated on: Apr 14, 2022 | 7:51 AM

સીબીઆઈના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે રજીસ્ટર્ડ ઓફીસ ધરાવતી અને ગુજરાતમાં ભરૂચના ઝઘડીયા ખાતે તેમજ મધ્યપ્રદેશમાં દેવાસ ખાતે મેન્યુફેકચરિંગ યુનિટ ધરાવતી કંપની સામે કાર્યવાહી કરાઈ છે. 

રૂપિયા 1245 કરોડના બેન્ક (Bank) ફ્રોડના કેસમાં સીબીઆઈ (CBI) એ ભરૂચ સહિત 13 સ્થળે દરોડા પાડ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં અલગ-અલગ સ્થળે દરોડા પાડી સીબીઆઈએ કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. આઈ.ડી.બી.આઈ. (IDBI) બેન્કે નોંધાવેલી ફરિયાદના આધારે CBIએ કાર્યવાહી કરી છે.ભરૂચ (Bharuch) ની ઝઘડિયા જી.આઈ.ડી.સી. અને મુંબઇમાં ઓફિસ ધરાવતા આરોપીઓ સામે તપાસ શરૂ કરાઈ છે. આ મુદ્દે આગામી સમયમાં વધુ ખુલાસા થશે. હાઈ વેલ્યુ ફાઇન કોટન ફેબ્રિક્સના વેપાર સાથે સંકળાયેલી કંપની આમાં સંકળાયેલી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. બેન્ક સાથે છેતરપિંડી (Froud) કરીને આ કંપનીના હોદ્દેદારોએ અલગ અલગ બેંકોને 1245 કરોડનું નુકસાન કરાવ્યું છે.

સીબીઆઈના સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર આઈડીબીઆઈ બેંક લિમિટેડ કોલાબા મુંબઈ શાખા દ્રારા સીબીઆઈ ( સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન)ને મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે રજીસ્ટર્ડ ઓફીસ ધરાવતી અને ગુજરાતમાં ભરૂચના ઝઘડીયા ખાતે તેમજ મધ્યપ્રદેશમાં દેવાસ ખાતે મેન્યુફેકચરિંગ યુનિટ ધરાવતી કંપની સામે કાર્યવાહી કરાઈ છે.

ફરિયાદ પ્રમાણે આ કંપનીએ આઈડીબીઆઈ ઉપરાંત અન્ય ચાર બેંકો પાસેથી વર્ષ 2012થી 2018 દરમિયાન લોન અને ક્રેડીટ ફેસેલીટીનો દુરુપયોગ કરી બેંકોને કુલ રૂ. 1245 કરોડનું નુકશાન પહોંચાડ્યું હતુ.

આ પણ વાંચોઃ Surat: પોલીસ કમિશનર કચેરીમાં કેમ્પસમાં નાટકનું આયોજન, તમામ અધિકારીઓ સાથે કર્મચારીઓ હાજર રહ્યા

આ પણ વાંચોઃ Kutch: રેલ્વે રેક ફાળવવા રેલ્વે મંત્રીને ભલામણ કરવા બેન્ટોનાઇટ ઉદ્યોગની માંગ, મુખ્યમંત્રીને લખ્યો પત્ર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો