Breaking News: Bharuch: વાગરાના ગંધાર નજીક સમુદ્ર કિનારે રમતા બાળકો ભરતી સાથે તણાયા, 3 બાળકો સહિત 6 લોકોના મોત

Bharuch: વાગરા તાલુકાના ગંધાર નજીક સમુદ્ર કિનારે રમતા બાળકો ભરતી આવતા તેમા તણાયા હતા. આ બાળકોને બચાવવા જતા 7 લોકો પણ ભરતીમાં તમાયા હતા. જેમા 3 બાળકો સહિત 6 લોકોના મોત નિપજ્યા છે. ખંભાતના અખાતમાં ભરતી આવતા બાળકો તણાયા હતા.

Breaking News: Bharuch: વાગરાના ગંધાર નજીક સમુદ્ર કિનારે રમતા બાળકો ભરતી સાથે તણાયા, 3 બાળકો સહિત 6 લોકોના મોત
| Edited By: | Updated on: May 19, 2023 | 10:26 PM

ભરૂચના જિલ્લાના દહેજના મુલેર ગામે દરિયામાં ડૂબી જવાથી એક જ પરિવારના 6 લોકોના મોત થયા છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. વાગરા તાલુકાના ગંધાર સમુદ્ર કિનારે રમતા બાળકો ભરતી આવતા તણાયા હતા. આ બાળકોને બચાવવા જતા સાત લોકો પણ ભરતીમાં તણાયા હતા. જેમા ત્રણ બાળકો સહિત 6 લોકોના મોત થયા છે.

એક જ પરિવારના 6 લોકોના ડૂબવાથી મોત

તમામ મૃતકો એક જ પરિવારના હોવાનુ સામે આવ્યુ છે. એક પરિવારના 6 લોકોના મોત થયા છે. મુલેર ગામના ગોહિલ પરિવારના લોકો આજે દરિયાકાંઠે ન્હાવા ગયા હતા. ત્યારે એક દીકરી ડૂબવા લાગતા પરિવારના અન્ય લોકો તેને બચાવવા દોડ્યા હતા. જેમા એક બાદ એક તમામ લોકો ડૂબ્યા હતા. જેમા 6 લોકોના ડૂબવાથી મોત થયા છે. જ્યારે બે લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેને હાલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ અને પોલીસ કાફલો હોસ્પિટલ દોડી આવ્યો હતો. એક જ પરિવારના પાંચ લોકોના મોતથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

 

આ પણ વાંચો: વડાપ્રધાને આપેલા આ વચનને પૂરું કરવા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના 200થી વધુ કર્મચારીઓ આગળ આવ્યા, જિલ્લા કલેકટર સહિત સરકારી બાબુઓએ 1 દિવસનો પગાર ડોનેટ કર્યો

ભરૂચ શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:53 pm, Fri, 19 May 23