Breaking news: નગરપાલિકાની સમિતિઓના ચેરમેનની ત્રણ મહિનાની ખેંચતાણનો આખરે અંત આવ્યો! નારાજ દાવેદારોથી માહોલ ગરમાયો

ભરૂચ / અંકલેશ્વર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પ્રમુખ સહીત મુખ હોદ્દેદાર તો નિમાયા પણ સમિતિઓના ચેરમેન પાદનું કોકડું ગૂંચવાયું હતું. ત્રણ મહિનાથી અટવાયેલી ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની પસંદગી આખરે પૂર્ણ થઈ છે.

Breaking news: નગરપાલિકાની સમિતિઓના ચેરમેનની ત્રણ મહિનાની ખેંચતાણનો આખરે અંત આવ્યો! નારાજ દાવેદારોથી માહોલ ગરમાયો
| Updated on: Jul 17, 2026 | 1:22 PM

ભરૂચ / અંકલેશ્વર : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પ્રમુખ સહીત મુખ હોદ્દેદાર તો નિમાયા પણ સમિતિઓના ચેરમેન પાદનું કોકડું ગૂંચવાયું હતું. ત્રણ મહિનાથી અટવાયેલી ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનની પસંદગી આખરે પૂર્ણ થઈ છે.

17 જુલાઈ 2026ના રોજ સવારે 11:30 વાગ્યે  નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી સામાન્ય સભામાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. પરિણામ જાહેર થયા બાદ કેટલાક મજબૂત દાવેદારોને સ્થાન ન મળતાં બેઠક દરમિયાન અસંતોષ અને વિવાદના દૃશ્યો પણ જોવા મળ્યા.

ત્રણ મહિનાની રાહ બાદ સમિતિઓની રચના

નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થયા બાદ સમિતિઓના ચેરમેનની પસંદગી લાંબા સમયથી અટવાઈ હતી. વિવિધ હોદ્દા માટે અનેક સભ્યો વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી હતી. અંતે પક્ષના નેતૃત્વે ચર્ચા અને મંથન બાદ વિવિધ સમિતિઓના ચેરમેનના નામ જાહેર કર્યા. રાજકીય વર્તુળોમાં આ નિમણૂકોને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે આગામી સમયમાં શહેરના વિકાસકાર્યોમાં આ સમિતિઓ મુખ્ય ભૂમિકા ભજવશે.

 

સમિતીનું નામ ભરૂચ (ચેરમેનનું નામ) અંકલેશ્વર (ચેરમેનનું નામ)
કારોબારી સમિતી પ્રજ્ઞેશ પટેલ રાહુલ નાગજીભાઈ વામઝા
વોટર વર્કસ અને ગટર હેમેન્દ્ર પ્રજાપતિ વિશાલ વિજયભાઈ ચૌહાણ
ડ્રેનેજ સમિતી સંદીપભાઈ જમીયતભાઈ પટેલ
પબ્લિક વર્કસ કમીટી અપર્ણ જોષી
ફાયનાન્સ અને ટેક્સેશન કમીટી ચિરાગ ભટ્ટ
કાયદા કમીટી કાજોલ વસાવા
ફાયર અને મોટર ગેરેજ / વાહન સમિતી ચેતન રાણા અંકિત ચીમનભાઈ રાઠોડ
સમાજ કલ્યાણ કમીટી વિજય મકવાણા
એસ્ટાબ્લિશમેન્ટ કમીટી દક્ષા વસાવા
લાઇટ સમિતી ભાવિન પટેલ મનિશાબેન હેમંતભાઈ પટેલ
સેનેટરી / હેલ્થ એન્ડ સેનિટેશન સમિતી જીગીશા પટેલ નરેન્દ્રભાઈ ગણપતભાઈ પટેલ
શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ કમીટી વિશ્રુતિ દૂધવાલા
મેડિકલ / ડિસ્પેન્સરી સમિતી ભાવીન મિસ્ત્રી દીક્ષિતાબેન કેયૂરભાઈ રાણા
બાગ બગીચા / રી ક્રિએશન સમિતી હેમાંગિની મિસ્ત્રી હેતલબેન મિનેશકુમાર ગાંધી
માધ્યમિક શાળા સમિતી શિલ્પાબેન કલ્પેશભાઈ સુરતી
APMC સમિતી અમીશાબેન સુનિલભાઇ પટેલ

દાવેદારો  મહત્વના પદથી વંચિત રહેતા સર્જાયો વિવાદ

સમિતિઓના ચેરમેન માટે અનેક સભ્યો મજબૂત દાવેદાર હતા. જોકે અંતિમ યાદીમાં કેટલાક નામો ન આવતા અસંતોષ ફાટી નીકળ્યો હતો. સામાન્ય સભા દરમિયાન સભ્યો વચ્ચે ચર્ચા અને મતભેદ પણ સામે આવ્યા હતા. રાજકીય સૂત્રોના જણાવ્યા મુજબ હોદ્દાની ફાળવણીને લઈને છેલ્લા કેટલાક દિવસોથી આંતરિક બેઠકઓનો દોર ચાલતો હતો.

હવે વિકાસકાર્યો પર રહેશે નજર

નવી સમિતિઓની રચના બાદ હવે શહેરમાં પાણી, ગટર, માર્ગો, સ્વચ્છતા, આરોગ્ય, બાગ-બગીચા અને અન્ય નાગરિક સુવિધાઓ સંબંધિત નિર્ણયો ઝડપથી લેવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. શહેરના વિકાસકાર્યોને ગતિ આપવા માટે આ સમિતિઓની કામગીરી મહત્વપૂર્ણ રહેશે.

ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકામાં ત્રણ મહિનાની રાહ બાદ સમિતિઓના ચેરમેનની પસંદગી પૂર્ણ થતાં રાજકીય અનિશ્ચિતતાનો અંત આવ્યો છે. જોકે કેટલાક દાવેદારોને સ્થાન ન મળતાં આંતરિક અસંતોષ પણ સામે આવ્યો છે. હવે નવી ટીમ શહેરના વિકાસ અને નાગરિક સુવિધાઓને વધુ અસરકારક રીતે આગળ વધારવામાં કેટલી સફળ રહે છે તેના પર સૌની નજર રહેશે.

Published On - 1:09 pm, Fri, 17 July 26

Follow Us