Breaking News : પાનોલી જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી , ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા,જુઓ આગના Video

આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગના વિકરાળ સ્વરૂપના પગલે પાનોલી ફાયર બ્રિગેડ સાથે નગરપાલિકા અંક્લેશ્વર ના ફાયર ફાઇટરો ની પણ મદદ લેવામાં આવી હતી.

Breaking News : પાનોલી જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગી , ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચ્યા,જુઓ આગના Video
| Updated on: Mar 21, 2023 | 8:55 AM

વહેલી સવારે અચાનક પાનોલી જીઆઇડીસ ઇમરજન્સી સાયરનોથી ધણધણી ઉઠતા દોડળધામ મચી હતી. સવારના સુમારે પાનોલી જીઆઇડીસીમાં આવેલ અમી ટવીસ્ટર નામના પ્લાસ્ટિક ગોડાઉનમાં શોટૅ સર્કીટના કારણે આગ લાગી હતી.આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્લાસ્ટિક એ પેટ્રોકેમિકલ મટીરીયલ હોવાથી સ્થાનિકોના આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ અપૂરતા રહ્યા હતા. ઘટનાની ગંભીરતાને પારખી ફાયર બ્રિગેડને મદદનો કોલ અપાયો હતો. જાણ થતા તાત્કાલકિક બે ફાયર ટેન્ડર ઘટનાસ્થળ તરફ રવાના કરાયા હતા. ઘટનામાં ગોડાઉનમાં મુકાયેલ પ્લાસ્ટિકનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. આગના વિકરાળ સ્વરૂપના પગલે પાનોલી ફાયર બ્રિગેડ સાથે નગરપાલિકા અંક્લેશ્વર ના ફાયર ફાઇટરો ની પણ મદદ લેવામાં આવી હતી.

 

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 8:44 am, Tue, 21 March 23