ભરૂચ : શિક્ષણની ગુણવત્તા શ્રેષ્ઠ બનાવવા સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા વર્કશોપ યોજાયો, ગુરુજનોને ક્લાસરૂમ મેનેજમેન્ટ અને શિક્ષણ પદ્ધતિમાં સુધારા વિશે માહિતી અપાઈ

ભરૂચ : સંસ્કાર ભારતી ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત રૂંગટા વિદ્યાભવન,રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલય,શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન અને રાધા બાલવાટિકાના તમામ શિક્ષકમિત્રોનો વર્કશોપ “ Renaissance ” સોમવારે તારીખ  તા.5/11/2023 ને રવિવારે હોટલ રિજેન્ટા ભરૂચ ખાતે યોજાયો.

ભરૂચ : શિક્ષણની ગુણવત્તા શ્રેષ્ઠ બનાવવા સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા વર્કશોપ યોજાયો, ગુરુજનોને ક્લાસરૂમ મેનેજમેન્ટ અને શિક્ષણ પદ્ધતિમાં સુધારા વિશે માહિતી અપાઈ
| Updated on: Nov 06, 2023 | 9:05 AM

ભરૂચ : સંસ્કાર ભારતી ટ્રસ્ટ, ભરૂચ સંચાલિત રૂંગટા વિદ્યાભવન,રૂકમણીદેવી રૂંગટા વિદ્યાલય,શ્રીમતી મણિબા ચુનીલાલ પટેલ સંસ્કાર વિદ્યા ભવન ભરૂચ અને રાધા બાલવાટિકાના તમામ શિક્ષકમિત્રોનો વર્કશોપ “ Renaissance ” સોમવારે તારીખ  તા.5/11/2023 ને રવિવારે હોટલ રિજેન્ટા ભરૂચ ખાતે યોજાયો.

આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ડો. એ.પી.જે અબ્દુલ કલામના સલાહકાર,  હોમીલેબના C.E.O અને કલામ સેન્ટરના ફાઉન્ડર સૃજનપાલ સિંઘમ,  બુનિયાદ શૈક્ષણિક વિભાગ  દિલ્હી સરકારના ખાસ સલાહકાર પેનલિસ્ટ મુકેશ ચૌધરી મિશન,  વલ્લભઆશ્રમ સ્કૂલ વલસાડના આચાર્ય દેવેન્દ્ર સિંઘ,  એન.સી.પટેલ અને સી.વી.પટેલ બ્રિલિયન્ટ અંગ્રેજી શાળાસુરતના આચાર્ય  લુત્ફીયા સૈયદ અને યશુદા ફેકલ્ટી પુણેના એક્સપર્ટ ફેકલ્ટી આશિષ ગુરવ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તજજ્ઞો દ્રારા પેનલ ડિશ્કશન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મુદ્દાઓ non-conductive paste (NCP) and non-conductive film (NCF), ક્લાસરૂમ મેનેજમેન્ટ રહ્યું હતું. આ અવસરે બૌધ્ધિક ક્ષમતા સેમિનારમાં શિક્ષકોના મનમાં ઉદભવતા Teaching-Learning ના પ્રશ્નોનુંનિરાકરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : કુછ બડા કરતે હે, પૈસા કમાવવાની લાલચે પેટ્રોલપંપના બંધુક બતાવી કરી લૂંટ, કોઈએ બાઈકની ચાવી કાઢી લેતા થઈ જોવા જેવી

આ પ્રસંગે શાળાના ટ્રસ્ટની સ્થાપનાને 53 વર્ષ પૂર્ણ થતા આ સમય દરમિયાન ટ્રસ્ટની તમામ શાળાઓએ મેળવેલ સિધ્ધીની ઝાંખી રજૂ કરી સંસ્મરણોને યાદ કરવામાં આવ્યા હતા. શાળાના શિક્ષકોએ પોતાનામાં રહેલી દિવ્યશાક્તિને ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરી હતી.

ટ્રસ્ટ તમામ સ્ટાફમિત્રોનુ પ્રમાણપત્ર, સ્વીટ અને ચાંદીનો સિક્કો આપી સન્માન કરવામાં હતું. આ પ્રસંગે ટ્રસ્ટનામેનેજિંગ ટ્રસ્ટી મધુસુદન રૂંગટા,  ઉપેન્દ્ર રૂંગટા અને  જુગલકિશોર રૂઈઆ સહિત અને કુલવંત મારવાલ સહીત મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:04 am, Mon, 6 November 23