Bharuch: અંકલેશ્વર ખાતે નહેરમાં ન્હાવા પડેલા કાકા ભત્રીજો ડૂબ્યા, ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી, જુઓ Video

નહેરમાં નહાવા પડેલા બે લોકો ડૂબ્યાં હોવાની ઘટના બની છે. ભરૂચમાં સંજાલી ખાતે નહેરમાં બે લોકો નહાવા પડ્યા હતા. ઉનાળો આવતાની સાથેજ આવી ઘટના ગુજરતના વિવિધ વિસ્તારો માંથી સામે આવતી રહે છે. ત્યારે ફાયર સહિત સમગ્ર ટીમો નહેર ખાતે પહોંચી અને પાણીના ઊંડાણમાં શોધખોળ હાથ ધરાઈ.

Bharuch: અંકલેશ્વર ખાતે નહેરમાં ન્હાવા પડેલા કાકા ભત્રીજો ડૂબ્યા, ફાયર વિભાગે શોધખોળ હાથ ધરી, જુઓ Video
| Edited By: | Updated on: Apr 09, 2023 | 5:19 PM

ભરૂચ જિલ્લામાં નહેરમાં નહાવા પડેલા બે લોકો ડૂબ્યાં હોવાની ઘટના બની છે. ભરૂચમાં સંજાલી ખાતે નહેરમાં બે લોકો નહાવા પડ્યા હતા. ઉનાળો આવતાની સાથે જ આવી ઘટના ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સામે આવતી રહે છે. જેમાં કેટલાય લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે.

જળ સ્તર વધતા બની ઘટના

અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામની આ ઘટના છે જેમાં બે લોકો નહેરમાં ડૂબ્યા હોવાનો બનાવ બન્યો છે. નહેરમાં હાલ સતત જળ સ્તર વધતાં આવી ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે નહેરમાં આવી ઘટના બની છે. નહાવા પડેલા કાકા ભત્રીજા નહાવા પડ્યા હતા. જોકે આ સમયે જળ સ્તરમાં સતત વધારો થતાં આવી ઘટનાઓ બનતી હોય છે.

અલગ અલગ વિસ્તારોમાં તપાસ શરૂ

ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી નહેરમાં ડૂબેલા કાકા ભત્રીજાની શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ટીમ દ્વારા નહેરના અલગ અલગ વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે, લાંબા સમય બાદ પણ હજી સુધી કાકા ભત્રીજાના કોઈ સમાચાર સામે નથી આવ્યા.

કાકા ભત્રીજાએ એક બીજાને બચાવવાનો કર્યો પ્રયાસ

નહેરમાં ડૂબતાં કાકા ભત્રીજા એક બીજાને બચાવવાના પ્રયાસમાં હતા, જ્યારે આ ઘટના બની હતી. નહેરની અંદર પાણીના ઊંડાણનો તેમને અંદાજ નહીં હોવાને લીધે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ મનાઈ રહ્યું છે.

આ પણ વાંચો : ભોલાવમાં આગથી કરોડોના નુકસાની ઘટનામાં પોલીસે ઘટસ્ફોટ કર્યો, સિક્યુરિટી ગાર્ડે 2 કંપનીઓ ફૂંકી મારી, CCTV Footage જાહેર કરાયા

ફાયર સહિત સમગ્ર ટીમો ઘટના સ્થળે

ભરૂચના અંકલેશ્વર ખાતે સંજાલીમાં આ ઘટના બની છે. તંત્ર ફાયર સહિત સમગ્ર ટીમો નહેર ખાતે પહોંચી અને પાણીના ઊંડાણમાં શોધખોળ હાથ ધરાઈ છે. આ બનાવ બનતાની સાથે જ આસપાસના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા.

ઉનાળાની ગરમીમાં ઊંડા પાણીમાં છલાંગ લગાવતા લોકો માટે ચેતવા જેવો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં હજી પણ શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. મહત્વનું છે કે કાકા ભત્રીજાના પરિવારના લોકો પણ આ સ્થળ પર હાજર છે. ફાયર વિભાગ આ અંગે ખડે પગે કાકા ભત્રીજાની શોધખોળ કરી રહી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…